anushka-sharma-revealed-secret-why-she-would-not-date-ranveer-singh
  • Home
  • Entertainment
  • Bollywood
  • બ્રેકઅપ બાદ અનુષ્કા શર્માએ રણવીરને કહ્યુ હતુ કંઈક આવુ

બ્રેકઅપ બાદ અનુષ્કા શર્માએ રણવીરને કહ્યુ હતુ કંઈક આવુ

 | 11:03 am IST

અનુષ્કા શર્મા હવે મિસીસ કોહલી બની ચુકી છે. પણ એક સમય એવો હતો કે અનુષ્કાનું નામ રણવીર સાથે ચર્ચામાં હતુ. બન્નેની રિલેશન જગ જાહેર હતી ફિલ્મ બેન્ડ બાઝા બારાતમાં કામ કરનાર આ જોડી થોડો સમય સાથે રહ્યા બાદ પોતપોતાના રસ્તે આગળ વધી ગયા હતા. ‘દીલ ધડકને દો’ ‘લેડીઝ વર્સીઝ રીકી બહલ’માં સાથે કામ કર્યુ છે.

ફિલ્મોમાં કામ કરવાની સાથે આ જોડીની ચર્ચા ખુબજ રહી હતી. કરણ જોહરના શોમાં બંને એ રિલેશન નથી તેવી વાત કરી હતી. અનુષ્કાએ ત્યારે મજાકમાં કહ્યુ કે રણવીર તો ‘Dirty Boy’ છે. તે તેને ડેટ કરતી નથી.

2011ના આઇફા શોમાં જ આ બન્ને વચ્ચે અણબનાવ સામે આવ્યા હતા, જ્યારે રણવીરે સોનાક્ષી સાથે સ્ટેજ પર પરફોર્મ કર્યુ હતુ. એક રિપોર્ટ મુજબ રણવીર અને સોનાક્ષી એક બીજાની ખુબજ નજીક આવી ગયા હતા. અનુષ્કા આ જ વાત થી નારાજ હતી. આ વાતને લઈને બંને વચ્ચે મોટી લડાઈ પણ થઇ હતી. બંનેએ આખા શો દરમિયાન એક બીજા સાથે વાત પણ કરી નહતી.

એક સમાચાર મુજબ અનુષ્કાને મોટા બેનરોની ફિલ્મો મળતા રણવીરથી દુરી વધવા લાગી હતી.રણવીર કહે છે મને અનુષ્કાવીશે નેગેટીવ સમાચારો મળે ત્યારે ગુસ્સો આવે છે અમે એક બીજાની રિસ્પેક્ટ કરીએ છીએ. અનુષ્કા સાથે મારે કોઈ ફરિયાદ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન