'સુઇ ધાગા'નાં સેટ પરથી અનુષ્કા અને વરુણની તસવીરો થઈ લીક - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘સુઇ ધાગા’નાં સેટ પરથી અનુષ્કા અને વરુણની તસવીરો થઈ લીક

‘સુઇ ધાગા’નાં સેટ પરથી અનુષ્કા અને વરુણની તસવીરો થઈ લીક

 | 6:27 pm IST

હોળીનાં તહેવાર પર અનુષ્કા શર્માની ફિલ્મ ‘પરી’ રિલીઝ થઇ ગઇ છે. પ્રથમ દિવસે આ ફિલ્મે જોઇએ તેવી કમાણી નથી કરી. પરંતુ અનુષ્કાનાં પ્રશંસકો આ ફિલ્મમાં અનુષ્કાનાં અભિનયની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. આ દરમિયાન અનુષ્કા શર્માની આગામી ફિલ્મ ‘સુઇ ધાગા’નાં સેટ પરથી લીક થયેલી તેની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં અનુષ્કા તદ્દન અલગ લૂકમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં અનુષ્કાની સાથે વરૂણ ધવન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મનો ફર્સ્ટ લૂક અનુષ્કા અને વરૂણ ધવને પહેલેથી જ સોશ્યલ મીડિયા પર રિલીઝ કર્યો હતો. પહેલાની જેમ આ નવી તસવીરોમાં પણ અનુષ્કા શર્મા સાડીમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં અનુષ્કા એકદમ સિમ્પલ દેખાઇ રહી છે.

અનુષ્કા અત્યારે આ ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્માનાં પાત્રનું નામ મમતા છે અને વરૂણનાં પાત્રનું નામ મૌજી છે. આ બંને કલાકારો પહેલી વખત એકસાથે રૂપેરી પડદે જોવા મળશે. આ ફિલ્મ સરકારનાં ‘મેડ ઇન ઇન્ડિયા’નાં પ્રોગ્રામને પ્રોત્સાહન આપશે. અનુષ્કા અને વરૂણ આ ફિલ્મ માટે સખત મહેનત કરી રહ્યા છે. થોડાક સમય પહેલા ‘સુઇ ધાગા’ ફિલ્મનાં ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી અનુષ્કા અને વરૂણની તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં બંને સિલાઈકામ કરતા નજરે પડ્યા હતા. ‘દમ લગા કે હઇસા’ ફિલ્મનું નિર્દેશન કરનાર શરત કટારિયા આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. જ્યારે આ ફિલ્મની જાહેરાત થઇ ત્યારે વરૂણ ધવને જણાવ્યું હતું કે, “ગાંધીજીથી લઇને મોદીજી સુધીનાં આપણા નેતા ‘મેડ ઇન ઇન્ડિયા’ મંત્રનું સમર્થન કરે છે, ‘સુઇ ધાગા’ ફિલ્મ દ્વારા અમે કરોડો લોકો સુધી આ સંદેશ પહોંચાડશું.”