બાળપણમાં આવી લાગતી હતી અનુષ્કા શર્મા, મહિલા દિવસ નિમિત્તે શેર કર્યો ફોટો - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9050 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બાળપણમાં આવી લાગતી હતી અનુષ્કા શર્મા, મહિલા દિવસ નિમિત્તે શેર કર્યો ફોટો

બાળપણમાં આવી લાગતી હતી અનુષ્કા શર્મા, મહિલા દિવસ નિમિત્તે શેર કર્યો ફોટો

 | 4:22 pm IST

‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ પર અનુષ્કા શર્માએ પોતાના બાળપણની એક તસવીર શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા અનુષ્કાએ લખ્યું હતું કે, ‘તે દિવસથી આજ સુધી હું સ્વતંત્ર અને સશક્ત છું. એ લોકો માટે જેમણે મને મારી રીતે રહેવા દીધી. તે દરેક મહિલાને મહિલા દિવસનાં અભિનંદન જેમણે મારા જેવો જ અનુભવ કર્યો અને તે દરેક પુરુષને જેમણે આ રસ્તો તૈયાર કરવામાં મારી મદદ કરી.’

 

તસવીરમાં અનુષ્કા શર્મા હસતા-હસતા ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેના વાળ વિખેરાયેલા છે. આ તસવીરને અને કેપ્શનને લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે.

તો અનુષ્કાનાં પતિ વિરાટ કોહલીએ ‘આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ’ પર એક વિડીયો શેર કરીને સંદેશ આપ્યો છે. વિરાટે કહ્યું કે, “મહિલાઓ અને પુરૂષો સમાન નથી. કાશ આવું હોત! હકીકત એ છે કે પુરૂષ હોવું મહિલા હોવા કરતા ઘણું આસાન છે. શારીરિક શોષણ, ભેદભાવ, ઘરેલુ હિંસા જેવી ઘણી સમસ્યાઓમાંથી નીકળીને મહિલાઓ દરેક ક્ષેત્રે પહોંચી છે. શું તમે હજુ પણ વિચારો છો કે મહિલાઓ પુરૂષોની સમકક્ષ છે? ના, તેઓ સમાન હોવા કરતા પણ પુરૂષ કરતા ઘણી વધારે શ્રેષ્ઠ છે. દુનિયાની દરેક મહિલાને હેપ્પી વુમન્સ ડે.”

આ સુંદર સંદેશમાં વિરાટે અનુષ્કાને ટેગ કરી છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્માની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પરી’એ 19.35 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ 18 કરોડ રૂપિયાનાં બજેટમાં તૈયાર થઇ હતી.