Any Invasion Would Be 'Very Costly' For Beijing : Taiwan Warns China
  • Home
  • Featured
  • આ રાષ્ટ્રપતિએ ચીનને આપી ખુલ્લી ધમકી, કહ્યું- તો બેઈજિંગ પરિણામો ભોગવવા તૈયા રહે

આ રાષ્ટ્રપતિએ ચીનને આપી ખુલ્લી ધમકી, કહ્યું- તો બેઈજિંગ પરિણામો ભોગવવા તૈયા રહે

 | 8:17 pm IST

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના નગારા હજીએ શાંત પણ નથી પડયા ત્યારે તાઈવાને ચીનને આકરી ચેતવણી આપી છે. તાઈવાને સ્પષ્ટ કહ્યું છે કે, જો ચીન તેમના હુમલો કરશે તો બેઈજીંગે તેની આકરી કિંમત ચુકવવી પડશે.

તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેને ચીનને ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે, જો ચીન અમારા દેશ પર હુમલો કરશે તો બેઈજિંગે પણ તેની કિંમત ચુકવવી પડશે. સાથે જ વેને કહ્યું હતું કે, ચીનને તેના દેશ પ્રત્યે કઠોર વલણ અપનાવતા પહેલા વિચાર કરવો પડશે. 

જાહેર છે કે, સાઈએ તાજેતરમાં જ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે અને આ તેમનો સતત બીજો કાર્યકાળ છે. તેમણે વિક્રમી 82 લાખ મતો મળ્યા છે. જ્યારે ચીન સાઈને સત્તા પરથી હટાવવા સતત પ્રયાસ કરતુ આવ્યું છે. બેઈજીંગ તાઈવાનને પોતાનો જ વિસ્તાર માને છે અને તેનો સંકલ્પ છે કે તે એક દિવસ તાઈવાન પર કબજો કરી જ લેશે પછી ભલે તેને આ માટે બળપ્રયોગ કેમ ના કરવો પડે.

તો બીજી બાજુ રાષ્ટ્રપતિએ સાઈએ જણાવ્યું હતું કે, તેમને પોતાના દેશને ઔપચારીક રૂપે આઝાદ જાહેર કરવાની જરૂર નથી કારણે કે તે પહેલાથી આઝાદ જ છે. તેમણે ચીનને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે, ચીને જો તાઈવાન પર હુમલો કર્યો તો બેઈજિંગે પણ તેના પરિણામો ભોગવા પડશે. સાથે જ તેમણે ચીનને ચેતવણી આપતા એમ પણ કહ્યું હતું કે, ચીને તાઈવાન વિરૂદ્ધ આકરૂ વલણ અપનાવતા પહેલા વિચાર કરવો પડશે.

આધુનિક તાઈવાન ચીનથી છેલ્લા 70 વર્ષોથી અલગ રહીને સરકાર ચલાવી રહ્યું છે. તાઈવાન ઘણા વર્ષો સુધી ચિયાંગ કઈ-શેકના સરમુખત્યારના આધિપત્ય નિચે રહ્યું છે. જોકે 1980ના દાયકાથી તે એશિયાના સૌથી વધુ પ્રગતિશીલ લોકતંત્ર તરીકે ઉભર્યું છે.

જુઓ આ વીડિયો પણ : આત્મહત્યા કરવા નદીમાં પડેલા 45 વર્ષીય આધેડને બે પોલીસકર્મીએ બચાવ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન