ગમે તે સ્થળે કે પ્રવેશદ્વાર પર ન લગાવવી જોઈએ ગણેશજીની મૂર્તિ - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • ગમે તે સ્થળે કે પ્રવેશદ્વાર પર ન લગાવવી જોઈએ ગણેશજીની મૂર્તિ

ગમે તે સ્થળે કે પ્રવેશદ્વાર પર ન લગાવવી જોઈએ ગણેશજીની મૂર્તિ

 | 2:49 am IST

હિંદુ માન્યતાઓ મુજબ ભગવાન ગણેશની પ્રતિમાને ઘરના પ્રવેશ દ્વાર પર લગાવવી શુભ માનવામાં આવે છે. મોટાભાગે જ્યારે કોઇ નવું ઘર ખરીદે ત્યારે તે ઘરમાં પૂજા-પાઠ કર્યા બાદ ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાવવી શુભ માને છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો આ રીતે કરતા હોય છે, પણ આવું કરવું યોગ્ય નથી. અજાણતામાં મોટાભાગના લોકો આવી ભૂલ કરી બેસતા હોય છે. અહીં તમને જણાવશું કે ભગવાન ગણેશની મૂર્તિ દ્વાર પર ક્યારે લગાવવી ફ્ળદાયક સાબિત થશે.

મુખ્ય દ્વાર આ દિશામાં હોય તો જ મૂર્તિ લગાવવી

વાસ્તુ મુજબ જો તમારા ઘરનો મુખ્ય દ્વાર દક્ષિણ કે ઉત્તર દિશામાં હોય તો જ તમારે ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની પ્રતિમા લગાવવી જોઈએ. જો મુખ્ય દ્વાર પૂર્વ કે પશ્ચિમ દિશામાં હોય તો મૂર્તિ લગાવાની ભૂલ ન કરવી.

આ પ્રકારની મૂર્તિ હોવી જોઈએ

ગણેશજીની મૂર્તિ ઘરમાં લાવતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે જો મૂર્તિ ઘરની બહાર લગાવવાની હોય તો ગણેશજીની સૂંઢ ડાબી બાજુએ હોવી જોઈએ અને જો ઘરની અંદર લગાવવાની હોય તો જમણી બાજુએ હોવી જોઈએ.

આ પ્રકારની હોય ભગવાનની મુદ્રા

જો તમે ગણપતિ બાપાની મૂર્તિ ઘરમાં લગાવવા ઇચ્છતા હોવ તો બેઠેલા ભગવાનની આવી મૂર્તિ હોવી જોઈએ, જ્યારે કાર્યસ્થળ માટે લાવવાના હોવ તો ઊભેલા ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. આનાથી તમારા બિઝનેસમાં સ્થિરતા બની રહેશે.

મંદિરમાં આ રીતે રાખો ગણપતિની મૂર્તિ

જો તમારા ઈષ્ટ દેવતા ગણપતિ ભગવાન છે તો એમની સ્થાપના મધ્યમાં કરી ઈશાન ખૂણામાં ભગવાન વિષ્ણુ, અગ્નિકોણમાં શંકર અને નૈઋત્ય ખૂણામાં ભગવાન સૂર્ય તથા વાયુકોણમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.

આ દીવાલ પર ન લગાવો ભગવાનની પ્રતિમા

ધ્યાન આપવા જેવી બાબત એ પણ છે કે ભગવાનની પ્રતિમાને એવાં કોઈપણ ચિત્ર કે દીવાલ પર ન લગાવવી જોઇએ જે બાથરૂમને મળતાં હોય. આવું કરવું અશુભ માનવામાં આવે છે.

ગણપતિની મૂર્તિમાં આ વિશેષતા હોવી જોઈએ

ગણપતિ બાપાને લાડુ અને એમનું વાહન મૂષક બહુ પ્રિય છે. ચિત્ર લગાવતી વખતે યાદ રાખો કે ચિત્રમાં લાડુ કે ઉંદર જરૂર હોય.

[email protected]