નોટબંધીને એક વર્ષ: મુલાયમના પુત્રવધુની એક ટ્વિટથી સપા નેતાઓ સ્તબ્ધ - Sandesh
NIFTY 10,804.30 -17.55  |  SENSEX 35,630.87 +-58.73  |  USD 68.0950 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • નોટબંધીને એક વર્ષ: મુલાયમના પુત્રવધુની એક ટ્વિટથી સપા નેતાઓ સ્તબ્ધ

નોટબંધીને એક વર્ષ: મુલાયમના પુત્રવધુની એક ટ્વિટથી સપા નેતાઓ સ્તબ્ધ

 | 9:07 am IST

નોટબંધીનું એક વર્ષ પૂરું થવા પર જ્યાં સમાજવાદી પાર્ટી સમગ્ર ઉત્તર પ્રદેશમાં કાળો દિવસ મનાવવા માટે તૈયાર છે ત્યાં જ સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધુ અપર્ણા યાદવે હેશટેગ #DeMoWins સાથે ટ્વિટ કરી અને કહ્યું કે હજુ ફક્ત એક જ વર્ષ થયું છે આથી નોટબંધીને સફળ કે નિષ્ફળ ગણાવી તે ઉતાવળ કહેવાશે.

અપર્ણાના આ હેશટેગથી અને ટ્વિટથી અનેક સપા નેતાઓ નારાજ થઈ ગયા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડનાર અપર્ણાએ ટ્વિટ કરી કે આપણે હજુ પણ આ પગલાંના ઠીકઠાક પરિણામો શોધવા પડશે. તે સફળ હતી કે નિષ્ફળ તેની સમીક્ષા માટે હજુ ખુબ ઓછો સમય પસાર થયો છે.

અત્રે જણાવવાનું કે અપર્ણાની આ ટ્વિટ સપાના અધિકૃત દ્રષ્ટિકોણથી અલગ છે જે નોટબંધી માટે પીએમ મોદીને નિશાન બનાવી રહી છે. સપાના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે નોટબંધીથી લોકોએ નોકરીઓ ગુમાવવી પડી. અનેક લોકોની બેન્કોમાં લાગેલી લાંબી લાઈનોમાં મોત થયાં. વડાપ્રધાનના એક ખોટા નિર્ણયથી વ્યાપારીઓને સૌથી વધુ નુકસાન થયું અને તેઓ હજુ સુધી આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી.

મુલાયમ સિંહની આ વહુએ વડાપ્રધાન મોદીનું સમર્થન કર્યું હોય અને ચર્ચામાં આવી હોય આવું પહેલીવાર નથી બન્યું. મુલાયમના નાના પુત્ર પ્રતીક યાદવના પત્ની અપર્ણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીને બિરદાવતા રહ્યાં છે. વર્ષ 2014માં જ્યારે પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યુ હતું ત્યારે અપર્ણાએ તેને સારું પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દરેકે સ્વચ્છતા પ્રત્યે સજાગ રહેવું જોઈએ. તેમણે ગાય ઉપર પણ ટ્વિટ કરી હતી. અપર્ણાએ કહ્યું હતું કે ગાય આપણી માતા સમાન છે અને આપણે તેનું માંસ ખાવાથી બચવું જોઈએ.