Appeal to the government to arrange flights for Gujaratis stranded in Saudi Arabia
  • Home
  • Ahmedabad
  • સંકટ કાળમાં સાઉદી અરેબિયામાં 300થી 400 ગુજરાતીઓની સ્થિતિ દયનીય, જાણો ફસાયેલમાંથી કેટલા લોકો ક્યાના?

સંકટ કાળમાં સાઉદી અરેબિયામાં 300થી 400 ગુજરાતીઓની સ્થિતિ દયનીય, જાણો ફસાયેલમાંથી કેટલા લોકો ક્યાના?

 | 7:08 am IST

કોરોનાના વિશ્વવ્યાપી સંકટ કાળમાં સાઉદી અરેબિયામાં અંદાજે ૩૦૦થી ૪૦૦ ગુજરાતીઓ ફસાઈ ગયા છે. આ ફસાયેલા ગુજરાતીઓનો રાજ્ય સરકારને સવાલ છે કે, શું સાઉદી અરેબિયામાં ગુજરાતીઓ વસતા નથી ? રાજ્ય સરકારને અપીલ છે કે, સાઉદી અરેબિયાથી ગુજરાત આવવા માટેની ફ્લાઈટની વ્યવસ્થા કરાવો.

વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે શરૂ થયેલા વંદેભારત મિશનના બીજા તબક્કામાં અહીંથી ૧૮ ફ્લાઈટ્સ ઊડી છે. જેમાંથી, ૧૩ ફ્લાઈટ્સ કેરળ માટેની છે. જ્યારે, બાકીની ભારતના અન્ય રાજ્યો માટેની છે. આ ફ્લાઈટ્સમાં જ્યારે ગુજરાતીઓ ભારત પરત આવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને ફ્લાઈટ્સમાં મુસાફરી કરવાની ના પાડી દેવામાં આવે છે.

સાઉદી અરેબિયામાં ફસાયેલા ગુજરાતીનુ કહેવું છે કે, અહીં, અંદાજે ૩૦૦ થી ૪૦૦ ગુજરાતીઓ ફસાયેલા છે. જેમાં, વૃદ્ધો, બાળકો અને ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે. અહીં, ફસાયેલા ગુજરાતીઓમાંથી મોટા ભાગના લોકોની નોકરી જતી રહી છે, અનેક લોકો વિઝિટર વિઝા અને બિઝનેસ વિઝા પર આવેલા છે.

આ ગુજરાતીઓમાંથી કોન્ટ્રાક્ટ પર સાઉદીમાં કામ કરવા માટે આવેલાઓના કરાર માર્ચ અને એપ્રિલમાં પૂર્ણ થયેલા છે. અંદાજે ૩૦ ટકા ગુજરાતીઓ સાઉદીમાં જ રહે છે. જેમને ઘરની મેડિકલ ઈમરજન્સી કે અન્ય સંજોગોના લીધે, તેમને વતન પરત આવવું છે.

આ લોકો સાઉદી અરેબિયામાં ખાસ કરીને ઝુબેલ, દમામ, રિયાધ અને જિદ્દાહમાં ફસાયેલા છે. સાઉદીમાં કોન્ટ્રાક્ટ પર વિવિધ કામ માટે આવેલા લોકોના કરાર પૂર્ણ થતાં, કંપનીઓએ હાથ ઉંચા કરી દીધા છે.

ફસાયેલામાંથી કેટલા ક્યાંના

અમદાવાદ-ગાંધીનગરના ૨૮૦, વડોદરાનાં ૫૦, સુરતનાં ૨૦ રાજકોટનાં ૫થી ૧૦ લોકો અને બાકીના જામનગર, મહેસાણા અને અન્ય શહેરોનાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન