Apple iPhone 11 launched: iPhone 11 India price is Rs 64,900 iPhone 11 Pro is Rs 99,900
  • Home
  • Featured
  • Apple iPhone 11 સીરીઝના 3 મોબાઇલ લોન્ચ, ભારતમાં આ દિવસથી મળશે અને કિંમત જાહેર

Apple iPhone 11 સીરીઝના 3 મોબાઇલ લોન્ચ, ભારતમાં આ દિવસથી મળશે અને કિંમત જાહેર

 | 8:06 am IST

Appleના ત્રણ નવા iPhones લોન્ચ થઇ ચૂકયા છે. આ છે – iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max. આ ત્રણેયનું વેચાણ ભારતમાં 20મી સપ્ટેમ્બરથી શરૂ થશે. તેના માટે તમે 13 સપ્ટેમ્બરથી પ્રી બુકિંગ પણ કરાવી શકો છો. કંપનીએ ભાવની પણ જાહેરાત કરી દીધી છે.

iPhone 11 Proની કિંમત અને ઉપલબ્ધતા

– iPhone 11 Pro અને iPhone 11 Pro Max ત્રણ વર્ઝનમાં મળશે. 64GB, 256GB અને 512GB.
– કલર વર્ઝનની વાત કરીએ તો તેને તમે મિડનાઇટ ગ્રીન, સ્પેસ ગ્રે, સિલ્વર અને ગોલ્ડમાં ખરીદી શકશો.
– 64GB વર્ઝનની કિંમત ભારતમાં 99,900 રૂપિયા હોઇ શકે છે,
– 256GB વર્ઝનની કિંમત 1,09,900 રાખી છે
– 512GB વર્ઝનની કિંમતની હાલ જાહેરાત કરાઇ નથી.

iPhone 11ની કિંમત

– iPhone 11 છ કલરના વર્ઝનમાં મળશે. તેના માટે પણ પ્રી ઑર્ડર 13 સપ્ટેમ્બરથી લેવાશે. તેની શરૂઆતની કિંમત 64900 રૂપિયા હોઇ શકે છે. iPhone 11 ત્રણ સ્ટોરેજ વર્ઝનમાં મળશે. બેઝ વર્ઝનમાં 64GB ઇંટર્નલ સ્ટોરેજ હશે. બીજા વર્ઝનમાં 128GBની મેમોરી હશે, જ્યારે ટોપ વર્ઝનમાં 256GBનું સ્ટોરેજ મળશે.
– iPhone 11 ગ્રીન, યલો, બ્લેક, પર્પલ, વ્હાઇટ અને પ્રોડકટ રેડ કલરમાં ઉપલબ્ધ થશે
– iPhone 11 Pro અને iPhone 11 Pro Max સ્લેશ, વોટર અને ડસ્ટ રેજિસ્ટેંટ છે. તેને IP68નું રેટિંગ મળ્યું છે

iPhone 11 Pro, iPhone 11 Pro Maxના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

Apple iPhone 11 Pro અને iPhone 11 Pro Maxમાં A13 Bionic ચિપસેટ અપાયો છે. તેમાં નવા ટ્રિપલ રિયર કેમેરા પણ આપ્યો છે. ડિઝાઇનની વાત કરીએ તો આ iPhone X અને iPhone XS જેવો જ છે, પરંતુ બૈક પેનલ બદલાયેલી મળશે.

ડિસ્પ્લેમાં શું છે ખાસ

iPhone 11 Pro, iPhone 11 Pro Maxની ડિસ્પ્લેની વાત કરીએ તો તેમાં કંપનીએ Super Retina XDRનો યુઝ કર્યો છે. આ એક રીતે કસ્ટમ મેડ OLED પેનલ છે જે શ્રેષ્ઠ HDR એક્સપીરિઅંસ આપ્યો છે. હેપ્ટિક ટચનું પણ ઑપ્શન આપ્યું છે. iPhone 11 Proમાં 5.8 ઇંચની OLED ડિસ્પ્લે આપેલ છે. iPhone 11 Pro Maxમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપેલ છે.

પર્ફોમન્સ અને બેટરી લાઇફ

કંપનીએ દાવો કર્યો છે કે A13 Bionic ચિપસેટ કોઇપણ સ્માર્ટફોનમાં અપાતું અત્યાર સુધીની સૌથી પાવરફુલ પ્રોસેસર છે. જૂનું પ્રોસેસર એટલે કે A12ની સરખામણીમાં આ 20% ફાસ્ટ છે. A13ને મશીન લર્નિંગ માટે તૈયાર કરાયું છે અને તેમાં રિયલ ટાઇમ ફોટો અને વીડિયો એનાલિસિસ માટે ન્યૂરલ એન્જિન આપ્યું છે. આ સિવાય નવું મશીન લર્નિંગ એક્સેલરેટર પણ અપાયું છે જેથી CPU એક સેકન્ડમાં 1 ટ્રિલિયન ઓપરેશન્સને અંજામ આપી શકે. કુલ મળીને વાત એ છે કે કંપનીએ ઘણા તગડા પ્રોસેસર બનાવ્યાનો દાવો કર્યો છે. રિવ્યુ બાદ જ ખબર પડશે કે આ કામ કેવી રીતે કરે છે.

કેમેરામાં શું નવું છે?

iPhone 11 Pro અને iPhone 11 Pro Max માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપ્યા છે. ત્રણેય કેમેરા 12 મેગાપિક્સલના છે. કેમેરાની ખાસિયત એ છે કે પોટ્રેટ મોડમાં પણ તમે વાઇડ એંગલ ફ્રેમ સિલેકટ કરી શકો છો. ગ્રૂપ ફોટોજમાં પોટ્રેટ મોડ સરળતાથી યુઝ કરી શકાશે. તેમાં ટેલીફોટો કેમેરા પણ છે જે iPhone Xsની સરખામણીમાં 40 ટકા વધુ લાઇટ કેપ્ચર કરીને શ્રેષ્ઠ ફોટો અને વીડિયો તૈયાર કરે છે.

કેમેરામાં નેક્સ્ટ જનરેશન HDR અપાયેલું છે જે મશીન લર્નિંગને યુઝકરતાં સબ્જેક્ટની ઓળખ શ્રેષ્ઠ રીતે કરે છે. ડીટેલ્સ સારી આવી છે.

કેમેરામાં આપવામાં આવેલ Deep Fusion શું છે?

કેમેરામાં Deep Fusion નામનું એક ફીચર છે જે થોડાંક સમય બાદ અપડેટ દ્વારા અપાશે. આ એક નવી ઇમેજ પ્રોસેસિંગ સિસ્ટમ છે જે A13 Bionic ચિપસેટના ન્યુરલ એન્જિન દ્વારા એક્ટિવેટ કરાય છે. Deep Fusion એડવાન્સ્ડ મશીન લર્નિંગને યુઝ કરીને ફોટોઝને પિક્સલ દર પિક્સલ પ્રોસેસ કરે છે, ટેક્સચર ઑપ્ટિમાઇઝ કરે છે. એટલે કે તસવીરમાં વધુ ક્લેરિટી અને ડીટેલ્સ મળશે.

કેમરા ઇંટરફેસને રીડિઝાઇન કરાયા છે
કંપનીએ કેમેરા ઇંટરફેસને પણ બદલ્યા છે. હવે તેને ઇમર્સિવ કરવાની કોશિષ કરાઇ છે. આ ઇંટરફેસ ટ્રિપલ રિયર કેમેરાને શ્રેષ્ઠ રીતે યુઝ કરવા માટે બનાવ્યો છે. તેના દ્વારા ફ્રેમ સિલેકટ કરી શકો છો. પહેલી વખત હવે તેનાથી યુઝર્સ ફોટો મોડમાં સ્વિચ કર્યા વગર જ QuickTake દ્વારા વીડિયો રેકોર્ડ કરી શકશો તેના.

સેલ્ફી કેમેરાથી પણ સ્લો મોશન વીડિયો રેકોર્ડ કરી શકો છો જેને કંપનીએ Slofieનું નામ આપ્યું છે.

iPhone 11 ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

iPhone 11 માં 6.1 ઇંચનું LCD રેટિના ડિસ્પ્લે આપેલું હોય છે અને આ iPhone XR જેવું જ છે. આ ફોનમાં પણ નૉચ મળે છે. આ ફોનની સાથે તમે છ કલર ઓપશન્સ મળશે. તમાં પર્પલ, વ્હાઇટ ગ્રીન, રેડ, બ્લેક અને યલો સામેલ
છે. iPhone 11 માટે પ્રી ઓર્ડર 13 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે.

iPhone 11 ના સ્ટોરેજ વર્ઝનની વાત કરીએ તો તેમાં 64GB, 128GB અને 256GBનું ઓપ્શન આપેલું છે. ભારતમાં વેચાણ 20મી સપ્ટેમ્બરથી થશે.

ફોટોગ્રાફી માટે iPhone 11 માં બે રિયર કેમેરા આપેલા છે જે 12 મેગાપિક્સલના છે. મુખ્ય કેમેરા વાઇડ એંગલ લેન્સ છે, જ્યારે બીજો અલ્ટ્રા વાઇડ છે.

iPhone 11 ના કેમેરામાં Night Mode ફીચર પણ આપેલું છે. કંપનીએ કહ્યું છે કે Night Mode ઓટો સ્ટાર્ટ હોય છે. તેની સાથે જ તેમાં 64fps થી 4K રેકોર્ડિંગ કરી શકાય છે.

iPhone 11 માં A13 Bionic ચિપસેટ આપેલી છે અને કંપનીના મતે આ સૌથી તેજ છે. તેની બેટરી પાછલા આઇફોનની સરખથામણીમાં એક કલાક વધુ બેકઅપ આપશે.

આ વીડિયો પણ જુઓ – રાજકોટના ત્રંબા પાસે આર્ષ વિદ્યાધામ શાળા બંધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન