NIFTY 10,096.40 +111.60  |  SENSEX 32,182.22 +348.23  |  USD 65.0800 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • એપલે મિલાવ્યો LG સાથે હાથ, જાણો શું છે તેમનો માસ્ટર પ્લાન

એપલે મિલાવ્યો LG સાથે હાથ, જાણો શું છે તેમનો માસ્ટર પ્લાન

 | 9:10 pm IST

હવે પાકીટની જેમ ગડી કરીને ખિસ્સામાં મૂકી શકાય તેવા આઇફોન બજારમાં આવવાના દિવસો દૂર નથી. એપલ અને એલજી દ્વારા ૨૦૨૦ સુધીમાં સ્ક્રીન બેન્ડ કરી શકાય તેવા આઇફોન બજારમાં મૂકવા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે. આધુનિક પેઢી માટે આધુનિક ફીચર્સ ધરાવતા આઇફોન બજારમાં મૂકવા માટે એપલ અને એલજીએ બેન્ડેબલ ડિસ્પ્લે ટેક્નોલોજી વિકસાવવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોરિયાના ઉત્પાદક સાથે ફોલ્ડેબલ ડિસ્પ્લે સ્ક્રીન સાથેના આઇફોન વિકસાવાઈ રહ્યા છે. આવા ફોલ્ડિંગ કરી શકાય તેવા આઇફોનને આઇપેડમાં પણ ફેરવી શકાશે. એલજી અને સેમસંગ ફોલ્ડિંગ સ્ક્રીન્સ વિકસાવી રહ્યા છે જ્યારે પ્રાઇવસીની સમસ્યાને નિવારવા એપલે એલજી સાથે કામ કરવાનું નક્કી કર્યું છે.

ન્યૂઝપેપરની જેમ ગોળ વાળી શકાય તેવાં ડિવાઇસ બજારમાં આવશે

આઇફોનનાં નવાં મોડલ માટે એલજી ડિસ્પ્લે દ્વારા ફોલ્ડિંગ કરી શકાય તેવા OLED સ્ક્રીન વિકસાવાયા છે. એલજી ઇન્નોટેકની ટીમ દ્વારા રિજિડ ફ્લેક્સિબલ પ્રિન્ટેડ સર્કિટબોર્ડ બનાવવામાં આવી રહ્યાં છે. આવી પેનલોનું ઉત્પાદન ૨૦૨૦થી શરૂ કરવામાં આવશે.

સેમસંગનો પહેલો ફોલ્ડેબલ ફોન આવતા વર્ષે બજારમાં આવી જશે. એલજી દ્વારા કેટલાક ફોલ્ડેબલ પ્રોટોટાઇપ ડિવાઇસિસ બનાવવામાં આવ્યાં છે જેમાં એકને બુકની જેમ ગડી કરીને ખિસ્સામાં રાખી શકાય છે અને બીજાને ન્યૂઝપેપરની જેમ ગોળ વાળી શકાય છે. ૨૦૧૪માં કંપનીએ બેકિંગ તરીકે પ્લાસ્ટિકને બદલે ૧૮ ઈંચનો અલ્ટ્રા એચડી સ્ક્રીન બનાવ્યો હતો, જેમાં સ્પેશિયલ ફિલ્મનો ઉપયોગ કરાયો હતો, જેને કારણે સ્ક્રીનને ટ્રાન્સપોર્ટ માટે ટાઇટ ટયૂબની જેમ વાળી શકાતો હતો. કંપની આ નવી ટેક્નોલોજીને ૨૦૧૭માં બજારમાં મૂકશે તેવી જાહેરાત તે વખતે કરાઈ હતી.

આઇફોનને ગડી ખોલીને ટેબ્લેટમાં ફેરવી શકાશે

સેમસંગે તેનાં ડિવાઇસને ફોલ્ડેબલ વેલી એવું કોડનામ આપ્યું છે જે ખુલ્લો કરાય ત્યારે ૭ ઈંચનાં ટેબ્લેટમાં ફેરવાઈ જાય છે તેને ઓગસ્ટમાં બજારમાં મૂકવામાં આવશે. એલજી દ્વારા પણ આવી પ્રોડક્ટ બજારમાં મુકાશે, આવાં ફોલ્ડેબલ ડિવાઇસનું ચોથા ક્વાર્ટરમાં ૧,૦૦,૦૦૦ નંગ વેચાણ થવાની ધારણા છે. ગયા વર્ષે સેમસંગને બે ફોલ્ડમાં ગડી કરી શકાય તેવા આઇફોનની આધુનિક ડિઝાઇન માટે પેટન્ટ આપવામાં આવ્યા હતા, જેમાં આઇફોનને ગડી ખોલીને ટેબ્લેટમાં ફેરવી શકાશે.