NIFTY 10,322.25 +56.60  |  SENSEX 33,455.79 +205.49  |  USD 64.3600 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Apple iOS 11 લોન્ચ, જાણો કયા ફોનમાં કરશે સપોર્ટ, શું છે ખાસ

Apple iOS 11 લોન્ચ, જાણો કયા ફોનમાં કરશે સપોર્ટ, શું છે ખાસ

 | 5:38 pm IST

આઈફોન, આઈપેડ, આઈપોડ ટચ યૂઝર્સ માટે Apple iOS 11 મંગળવારે એટલે 19 સપ્ટેમ્બરે લોન્ચ કરી દેવામાં આવ્યું છે. ભારતીય સમયાનુસાર Apple iOS 11 રાત્રે લગભગ 10.30 વાગ્યાથી ભારતમાં એપલ યૂઝર્સ માટે ઉપલબ્ધ થઈ ગયું છે. યૂઝર્સ ડાયરેક્ટ પોતાના ડિવાઈસમાં આઈઓએસ 11 સોફ્ટવેર ડાઉનલોડ કરી શકે છે. યૂઝર્સનો ફોન જ્યારે પણ ઈન્ટરનેટ સાથે કનેક્ટ થશે, ત્યારે તમને ન્યૂ અપડેટનું નોટીફિકેશન મળશે.

કેવી રીતે કરશો અપડેટ

– સૌથી પહેલા Settings>About>Softweare Update પર જાઓ.
– જો તમારા ફોનમાં અપડેટ આવ્યું છે તો તેને ડાઉનલોડ કરો અને પછી ઈન્સ્ટોલ કરી લો.
– મેકબુકમાં તમારી પાસે iTunes સોફ્ટવેર દ્વારા આ અપડેટને ડાઉનલોર્ડ કરવાનું ઓપ્શન પણ છે.

ક્યાં ડિવાઈસમાં કરશે સપોર્ટ

– iPhone X, iPhone 8, iPhone 8 Plus, iPhone 7 Plus, iPhone 7, iPhone 6s, iPhone 6s Plus, iPhone 6, iPhone 6 Plus અને iPhone SE, iPhone 5s.

આ ડિવાઈસમાં કરશે નહી કામ

– iPhone 4S, iPhone 5 અને iPhone 5C માં આઈઓએસ 11નું અપડેટ મળશે નહી.
– જ્યારે આઈપેડ્સમાં 12.9 ઈંચ આઈપેડ પ્રો (સેકેન્ડ જનરેશન), 12.9 ઈંચ આઈપેડ પ્રો (ફર્સ્ટ જનરેશન), 10.5 ઈંચ આઈપેડ પ્રો, 9.7 ઈંચ આઈપેડ પ્રો, આઈપેડ (ફિફ્થ જનરેશન), આઈપેડ એર 2 અને આઈપેડ એરમાં એપલ આઈઓએસ 11 કામ કરશે. આઈપેડ મિની 4,3 અને 2 સહિત આઈપોડ ટચ (સિક્સ જનરેશન)માં પણ આ અપડેટ કામ કરશે.

શું છે ખાસ

– Siriમાં અંગ્રેજી સાથે-સાથે હવે હિન્દી ડિક્ટેશન પણ સપોર્ટ કરશે.
– HEIF-HEVC ઈમેજ અને વીડિયો ફોર્મેટ્સની મદદથી ફોટો અને વીડિયો હવે ઓછી સ્પેસ લેશે.
– મેજર એરપોર્ટ્સ અને શોપિંગ સેન્ટર્સ માટે એપલ મેપ્સમાં હવે ઈન્ડોર મેપ્સ પણ હશે.
– ડ્રાઈવિંગ દરમિયાન DND મોડ હશે.
– આઈપેડમાં યૂઝર્સને રિસેન્ટલી યૂઝ્ડ એપ્સ અને ફેવરેટ એપ્સને એક્સેસ કરવા માટે નવું ડોક મળશે.
– એક જ સમય પર મલ્ટીપલ આઈટ્મ્સને મૂવ કરવા માટે મલ્ટી ટચની સુવિધા પણ હશે.