તમારા iphoneનું ચાર્જર એકવાર ફરીથી બદલી શકે છે apple, જાણો શા માટે - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • તમારા iphoneનું ચાર્જર એકવાર ફરીથી બદલી શકે છે apple, જાણો શા માટે

તમારા iphoneનું ચાર્જર એકવાર ફરીથી બદલી શકે છે apple, જાણો શા માટે

 | 1:43 pm IST

apple દ્વારા ફાઇલ કરવામાં આવેલી નવી પેટન્ટમાં ખુલાસો થયો છે કે કંપનીએ પોતાના ડીવાઈઝને વધારે સારો બનાવવા માટે એક નવું ‘ચાર્જિંગ કનેક્ટર’ પર કામ કરી રહી છે. appleની વેબસાઇટ અનુસાર ગુરુવારે USના પેટન્ટ અને ટ્રેડમાર્ક ઑફિસ દ્વારા appleના બે પેટેન્ટ એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ચાર્જિંગ એડેપ્ટરના શેપમાં ફેરફાર કરવામાં આવશે, જેને ‘લાઇટિંગ કનેક્ટર’ નામ આપવામાં આવશે.

ખીલી જેવા ડીઝાઇન વાળા આ કનેક્ટરને વધારે વિકસિત કરવાનો ઉદેશ્ય આને વોટર રજિસ્ટેન્ટ વાનાવવાનો હતો. આ નવા કનેક્ટરમાં વેક્યૂમ સીલ આપવામાં આવ્યું છે અને તેને જનરેટર તથા પિસ્ટન દ્વારા અંદરથી વધુ મજબૂત કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ મુજબ આ ડિવાઇઝને અનપ્લગ કરવું વધારે મુશ્કેલ હોઇ શકે છે, કારણ કે આ કરવા માટે વેક્યૂમ સીલ તોડવું પડે છે. apple આના માટે ફોનમાં સોફ્ટવેર ઇન્ટરફેસ પણ આપી શકે છે.

પેટન્ટ ફાઇલ કરવાથી એ નિશ્ચિત નથી થઇ જતું કે apple કેટલા સમય સુધીમાં જૂના એડેપ્ટરની જગ્યાએ આ નવા લાઇટિંગ કનેક્ટરને લાવશે, કેમ કે 2018ના તમામ ડિવાસીઝની ડિઝાઇન પહેલેથી જ નક્કી થઇ ગઇ છે. જે જૂના એડેપ્ટરને જ સપોર્ટ કરી શકશે.