Apple May launch Three New Smartphone on 10th September
  • Home
  • Featured
  • 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે Appleના આ નવા સ્માર્ટફોન્સ, જાણો Live શો અને ફીચર વિશે

10 સપ્ટેમ્બરે લોન્ચ થશે Appleના આ નવા સ્માર્ટફોન્સ, જાણો Live શો અને ફીચર વિશે

 | 10:23 pm IST

પ્રીમિયમ સ્માર્ટફોન નિર્માતા કંપની એપલ ઇંક(Apple Inc) તરફથી 10 સપ્ટેમ્બરે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પેશિયલ ઇવેન્ટનું આયોજન કેલીફોર્નિયાના સ્ટીવ જોબ્સ થિયેટરમાં કરવામાં આવશે.

આ ઇવેન્ટથી એવી અપેક્ષા કરવામાં આવી રહી છે કે કંપની તરફથી આઇફોનના નવા મોડલનું લોન્ચિંગ કરવામાં આવી શકે છે. કંપની તરફથી આ ઇવેન્ટ માટે મીડિયાને પણ આમંત્રિત કરવા માટે ઇન્વિટેશન મોકલવામાં આવ્યું છે. થિયેટરમાં ઇવેન્ટની શરૂઆત 10 સપ્ટેમ્બરે સવારે 10 વાગે થશે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.

ઇન્ડિયામાં રાત્રે 10.30 વાગે જુઓ લાઇવ:

ઇન્ડિયામાં એપલ કંપનીનું આ ઇવેન્ટ લોકો રાતે 10.30 મિનિટે જોઈ શકે છે. આ પહેલા ડેવલપર્સને iOS 13 Beta 7 રિલીઝ માટે 10 સપ્ટેમ્બરની તારીખ મળી હતી. તેથી અપેક્ષા કરવામાં આવી રહી છે કે એપલ આ ઇવેન્ટમાં આઈફોનના ત્રણ નવા મોડલનું લોન્ચિંગ કરી શકે છે. મીડિયામાં ફેલાયેલ માહિતી મુજબ એપલ તરફથી આ સ્પેશિયલ ઇવેન્ટમાં 10 સપ્ટેમ્બરે iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Maxનું લોન્ચિંગ થઈ શકે છે. રિપોર્ટ મુજબ iPhone 11ની સિરીઝમાં 6.1 ઇંચની મોટી ડિસ્પલે આપવામાં આવી શકે છે. હાલ iPhone XSમાં 5.8 ઇંચ ડિસ્પ્લે મળે છે.

આ વીડિયો પણ જુઓ: જમ્મુ કાશ્મીરમાંથી ભરતી થયેલા 575 યુવાનોની પાસિંગ આઉટ પરેડ યોજાઇ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન