apple-mega-launch-event-today-check-out-time-venue-and-everything-you-want-to-know
  • Home
  • Technology
  • Appleની મેગા ઈવેન્ટ આજે, લૉન્ચ થશે સૌથી મોટો iPhone

Appleની મેગા ઈવેન્ટ આજે, લૉન્ચ થશે સૌથી મોટો iPhone

 | 11:40 am IST

અમેરિકાની ટેકનોલોજી કંપની એપલ આજે એટલેકે 12 સપ્ટેમ્બરે તેની વાર્ષિક ઈવેન્ટ શરૂ કરશે. આ ઈવેન્ટમાં iPhone અને ગેજેટ્સ લૉન્ચ કરવામાં આવશે. આ ઇવેન્ટ ભારતીય સમય પ્રમાણે રાત્રે 10.30 શરૂ થશે. એપલ પાર્કના સ્ટીવ જોબ્સ થિયેટરમાં Appleના સીઇઓ ટિમ કુક નવા iPhone અને એપલના ગેજેટ્સ લૉન્ચ કરશે. ઈવેન્ટમાં iPhone Xs સીરીઝના નવા ફોન લૉન્ચ થશે.

રિપોર્ટ અનુસાર આ વખતે કંપની ત્રણ નવા આઇફોન લૉન્ચ કરશે. જેમાં iPhone Xs, iPhone Xs Max અને LCD ડિસ્પ્લે વાળો 6.1 ઈંચ વાળો iPhone લૉન્ચ થઈ શકે છે. જો કે લૉન્ચીંગ પહેલા પણ નવા iPhoneની કિંમત તેના ફિચર્સ, તેના લુકની જાણકારી લીક થઈ છે. જર્મની એક વેબસાઇટ macerkopf.de પર તો કિંમત પણ લીક થઈ છે.

વેબસાઇટ મુજબ 64 GBવાળા iPhone Xs ની કિંમત આસરે 75,000 રૂપિયા, iPhone Xs Maxની કિંમત આસરે 96,000 રૂપિયા તેમજ 256 GBવાળા મોડલની વાત કરીએતો તેની કિંમત 66,000 હશે.

iPhone XS Max સૌથી મોટો iPhone હશે. જેમાં OLED ડિસ્પ્લે,પોટ્રેટ મોડ, ફ્રંટમાં Face ID ફીચર સાથે ડેપ્થ કેમેરા આપવામાં આવશે.iPhone XS Maxમાં એપ્પલનું સૌથી ઝડપી A12 ચીપ્સ 4GB RAM છે.