શું apple ઘટાડી રહ્યું છે તેના iphoneની કિંમત... - Sandesh
  • Home
  • Technology
  • શું apple ઘટાડી રહ્યું છે તેના iphoneની કિંમત…

શું apple ઘટાડી રહ્યું છે તેના iphoneની કિંમત…

 | 10:04 pm IST

આજકાલ appleના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. iphone સ્લોડાઉન થયા બાદ આવેલા appleના નિવેદનો પછી કંપનીની ઘણી નુકશાન થયું છે તો કંપનીએ તેના માટે માફી પણ માગી છે. કંપનીએ બેટરી રિપ્લેસમેન્ટની કિંમત પણ ઓછી કરી નાખી છે. હવે સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે, apple પોતાના ગ્રાહકોનો વિશ્વાસ પાછો જીતવા માટે iphoneની કિંમતો ઘટાડવા જઈ રહી છે.

સુત્રોના જણાવ્યા મુજબ, iphone Xનું વેચાણ appleની આશા મુજબ નથી થઈ રહ્યું. એટલે કંપની થોડો ફેરફાર કરવાની તૈયારીમાં છે. appleએ શરૂઆતમાં 5 કરોડ iphone વેચવાની આશા વ્યક્ત કરી હતી, પરંતુ હવે તેના 3 કરોડ યુનિટ્સ વેચાવાની જ શક્યતા દેખાઈ રહી છે.

જો ચર્ચાઓ પર વિશ્વાસ કરીએ તો માત્ર iphone X જ નહીં, પરંતુ અન્ય સ્માર્ટફોન્સની કિંમતોમાં પણ ઘટાડો થઈ શકે છે. તેમાં iphone 8, iphone 8+ મુખ્ય છે. ઉલ્લેખનીય છે કે, appleએ હજુ સુધી પોતાના iphone Xની સેલને લગતી કોઈ જાણકારીને શેર કરી નથી.