Apple લાવી રહ્યું છે, જે એક સાથે કરશે ઘણા બધા ડિવાઈસને ચાર્જ - Sandesh
  • Home
  • Technology
  • Apple લાવી રહ્યું છે, જે એક સાથે કરશે ઘણા બધા ડિવાઈસને ચાર્જ

Apple લાવી રહ્યું છે, જે એક સાથે કરશે ઘણા બધા ડિવાઈસને ચાર્જ

 | 8:04 pm IST

Appleએ એક એવી પેટેન્ટ ફાઈલ કરી છે, જેનાથી તમે બીજા રૂમમાં બેસીને પોતાનો iPhone ચાર્જ કરી શકો છો. આ નવી પેટેન્ટ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે વાયરલેસ અને વાયરની મદદથી એક સાથે ઘણા બધા ડિવાઈઝને પાવસ સપ્લાય કરી શકે છે. સાથે તેમાં એ પણ સિસ્ટમ છે કે કયા ડિવાઈસને ચાર્જની જરૂર છે.

આઈએએનએસ અનુસાર, Appleએ અમેરિકાની પેટેન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસમાં એક નવી પેટેન્ટની અરજી પણ દાખલ કરી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે Apple વાયરલેસ ચાર્જીંગ ટ્રાંસફરને એવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે કે સૌથી પહેલાં આઈફોન ચાર્જ થશે, તેના પછી Apple વોચ ચાર્જ થશે અને છેલ્લે આઈપેડ ચાર્જ થશે.

રેડિયો ફ્રિક્વન્સી આધારિત લોન્ગ રેન્જ વાયરલેસ ચાર્જીંગ વાયરલેસ પાવર ડેવલોપર જેવું છે, જેનાથી વાયરલેસ ચાર્જીંગ ટેક્નોલોજી માટે તાજેતરમાં અમેરિકી ફેડરલ કોમ્યૂનિકેશન કમીશને કસ્ટમર સેફ્ટી ઑથન્ટિકેશન જાહેર કર્યું છે.

આ દરમિયાન Apple એક ફોલ્ડેબલ ડિવાઈસ માટે નવેમ્બરની શરૂઆતમાં પેટેન્ટની અરજી દાખલ કરી હતી, જેને તમે કોઈ બુકની જેમ ખોલી શકો અને બંઘ કરી શકો છો. અમેરિકી પેટેન્ટ અને ટ્રેડમાર્ક દ્રારા આપવામાં આવેલાં પેટેન્ટ આવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, એક એવુ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જે ફ્લેકસીબલ છે તેને તમે કોઈ પણ રીતે વાળી શકો છો.