apple-preparing-for-new-launch-as-iphone-value-is-about-to-take-big-hit
  • Home
  • Technology
  • iPhoneના ભાવ ધડાધડ ઘટી જશે, આ છે તેનું કારણ

iPhoneના ભાવ ધડાધડ ઘટી જશે, આ છે તેનું કારણ

 | 1:38 pm IST

12 તારીખે એપલની ઇવેન્ટ યોજાવાની છે જેમાં કંપની તેના કેટલાક નવા મોડલ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આ ઈવેન્ટમાં તેના ત્રણ નવા મોડલ આવશે તેવું લાગી રહ્યુ છે. આ દરમિયાન ફોન ટ્રેડ કંપનીઓએ ગ્રાહકોને જૂના iPhone ખરીદવા મુદ્દે સલાહ આપી છે. એક રિપોર્ટ અનુસાર ફોન ટ્રેડ કંપનીઓએ જો તમારી પાસે જૂનો iPhone હોય અને તમે તેને વેંચવા માંગતા હો તો સલાહ આપી છેકે જલ્દીથી તમારો જૂનો ફોન વેંચી દેવો કેમકે પછી માર્કેટમાં તેની કોઈ કિંમત નહી રહે પહેલા જેવી અને વેંચશો તો થશે નુકસાન.

iPhone લૉન્ચની સ્ટડી કરનાર એક ફર્મનુ કહેવુ છે કે iPhone 8ની વેલ્યૂ 8 ટકા ઘટશે તો નવા iPhone લૉન્ચ થવાથી તેમા 6 ટકાનો ઘટાડો થશે. એક રિપોર્ટ અનુસાર iPhone 8 Plusની કિંમત 10 ટકા ઘટશે.

નવા iPhone લૉન્ચ થતા જ જુના iPhoneની કિંમતમાં ઘટાડો થશે. માર્કેટમાં જૂના iPhoneની વેલ્યૂ ઘટશે.લોકો જૂના મોટલ વેચશે. એટલે તેની વેલ્યૂ ઘટશે.મોબાઈલ રિસાઈક્લીંગ કરતી કંપનીએ પણ તેનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં કહ્યુ છે કે છેલ્લા 6 જનરેશનવાળા iPhoneની વેલ્યૂ ઘટી છે. નવા મોડલ આવતા જુના મોડલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ રિપોર્ટ અનુસાર નવા iPhone લૉન્ચ થતાની સાથે જ 10 દિવસમાં જુના iPhoneની વેલ્યૂ લગભગ 4,500 રૂપિયા સુધી ઘટી જાય છે.