NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • એપલે ભારતમાં ઉપલબ્ધ કર્યો આઈફોન 7 અને પ્લસનો રેડ વેરિએન્ટ

એપલે ભારતમાં ઉપલબ્ધ કર્યો આઈફોન 7 અને પ્લસનો રેડ વેરિએન્ટ

 | 2:35 pm IST

અમેરિકન ટેકનોલોજી કંપની એપલ આઈફોન 7 અને આઈફોન 7 પ્લસના રેડ કલર વેરિએન્ટને ભારતમાં ઉપલબ્ધ કરાવી દીધો છે. જાણકારી અનુસાર આ સ્માર્ટફોનના વેચાણથી થનાર નફાનો એક ભાગ એડ્સ સામેના રક્ષણ અને તેની સાથે જોડાયેલ રિસર્ચ RED સંસ્થાને આપવામાં આવશે.

128 જીબી અને 256 જીબી સ્ટોરેજમાં મળશે આઈફોન 7

આઈફોન 7 અને આઈફોન 7 પ્લસનો નવો લાલ રંગવાળો લિમિટેડ એડિશન વેરિએન્ટ માત્ર 128 અને 256 જીબી સ્ટોરેજ ઓપ્શનમાં જ મળશે. કિંમતની વાત કરીએ તો આઈફોન 7ના રેડ લિમિટેડ એડિશન 128 જીબીવાળા વેરિએન્ટની કિંમત 70,000 હજાર રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે 256 જીબી વેરિએન્ટની કિંમત 80,000 રૂપિયા રાખવામાં આવી છે.

તે ઉપરાંત આઈફોન 7 પ્લસના 128 જીબીવાળા વેરિએન્ટ 82,000 રૂપિયામાં ઉપલબ્ધ હશે, જ્યારે 256 જીબીવાળો વેરિએન્ટ 92,000 રૂપિયામાં વેચાશે. હવે તે જોવાનું રહ્યું કે, લોકો લાલ રંગના આઈફોન 7ને કેવી પ્રતિક્રિયાઓ આપે છે.

download (1)

download (2)