Apple Vendor Will Shift 6 Iphone Plants to India From China
  • Home
  • Business
  • ચીનને પડશે મોટો ફટકો, Appleના વેન્ડર ભારતમાં ખોલશે 6 પ્લાન્ટ, 55 હજાર લોકોને મળશે નોકરી

ચીનને પડશે મોટો ફટકો, Appleના વેન્ડર ભારતમાં ખોલશે 6 પ્લાન્ટ, 55 હજાર લોકોને મળશે નોકરી

 | 11:06 am IST

કોરોનાની મહામારીના સમયે અનેક નામી કંપનીઓએ ચીનમાં પોતાના પ્લાન્ટ બંધ કરી દીધા છે. જેનો સીધો લાભ ભારતને થયો છે. એક રિપોર્ટ પ્રમાણે દુનિયાની સૌથી મોંઘી કંપની એપલના એક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરે ચીનથી 6 પ્રોડક્શન લાઈનને ભારતમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. આ કંપની ભારમાં પોતાની પ્રોડક્શન લાઈન સ્થાપિત કરશે, જે બાદ ડોમેસ્ટિક માર્કેટની ડિમાન્ડ પૂરી કરવાની સાથે 5 અરબ ડોલરના આઈફોનની નિકાસ પણ કરશે. આ કંપની ભારતમાં આવવાથી ઓછામાં ઓછા 55 હજાર લોકોને નોકરી મળવાની સંભાવના છે.

એક અખબારની રિપોર્ટ અનુસાર, આ કંપની ભારતમાં આઈફોન ટેબલેટ, લેપટોપ અને કોમ્પ્યુટર માટે પણ પ્રોડક્શન લાઈન સ્થાપિત કરી શકે છે. એપલના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર કંપનીના સામાનોથી ભરેલાં કન્ટેનર પહેલાં જ ભારત પહોંચી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 41,000 કરોડ રૂપિયાની ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન યોજના(PLI)ની શરૂઆત કરી હતી. PLI મુજબ કુલ 22 કંપનિઓએ આવેદન કર્યું છે. જેમાં તાઈવાન, દક્ષિણ કોરિયા, જર્મની અને ઓસ્ટ્રિયાની કંપનીઓ સામેલ છે. આ યોજના અંતર્ગત પ્રસ્તાવ કરનારી કંપનીમાં સેમસંગ, ફોક્સકોન હોન હેઈ, રાઈઝિંગ સ્ટાર, વિસ્ટ્રોન અને પેગાટ્રોન સામેલ છે. જણાવી દઈએ કે ફોક્સકોન હોન હેઈ, વિસ્ટ્રોન, પેગાટ્રોન દ્વારા એપલ આઈફોનનું ઉત્પાદન કરે છે.

આ વીડિયો પણ જુઓઃ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આવાસો બન્યા પૈસા કમાવવાનું સાધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન