apple-watch-series-4-with-bigger-display-launched
  • Home
  • Technology
  • મોટી ડિસ્પ્લેવાળી Appleની નવી સ્માર્ટવોચ લૉન્ચ, જાણો તેની ખુબીઓ

મોટી ડિસ્પ્લેવાળી Appleની નવી સ્માર્ટવોચ લૉન્ચ, જાણો તેની ખુબીઓ

 | 11:25 am IST

મોટી ડિસ્પ્લેવાળી Appleની નવી સ્માર્ટવોચ લૉન્ચ થઇ છે. આ સ્માર્ટવોચની ડિઝાઇન નવી છે તેની સ્ક્રીન પણ પહેલા કરતા મોટી બનાવવામાં આવી છે. જૂના મોડલની સરખામણીમાં તેનું બેજલ્સ પાતળુ છે. હાઈલાટ્સની વાત કરીએ તો સિરામિક બીલ્ડ, ઓપ્ટીકલ હાર્ટ સેન્સર, સ્વીમપ્રુફ કેપેબીલીટીનો સમાવેશ થાય છે. Appleના CEOએ દાવો કર્યો છે કે આ વોચ દુનીયામાં સૌથી વધુ વેચાણ થાય છે. કંપની તેના સ્માર્ટવોચમાં કનેક્ટીવિટી, ફીટનેસ અને હેલ્થ પર ધ્યાન કેન્દ્રીત કરીને કરવામાં આવી છે.

Apple Watch Series 4ની કિંમત

Appleની નવી સ્માર્ટવોચની કિંમત GPS અને નોન સેલ્યુલર મોડલની 28,700 રૂપિયા છે તો GPS અને નોન સેલ્યુલર બંને હોય તે મોડલની કિંમત 35,900 રૂપિયા છે. Apple Watch Series 4ના પ્રી ઓર્ડરની શરૂઆત 14 સપ્ટેમ્બરથી શરૂ થશે, તેનું વેચાણ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે.Series 4માં ગયા મોડલની તુલનામાં 30 ટકા મોટુ ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે. હવે તે 40mm અને 44mmની ડિસ્પ્લેમાં મળશે.

આ સ્માર્ટવોચ સ્વીમપ્રૂફ તેમજ ઓપ્ટીકલ હાર્ટ રેટ સેન્સર તેમજ બ્લુટૂથ v5.0 આપવામાં આવ્યો છે. Watch Series 4 મોટા ડિસ્પ્લે સાથે UI સાથે લેટેસ્ટ watchOS 5થી સજ્જ છે.