Apple Watch series 5 launched in India, know about price and features
  • Home
  • Featured
  • Apple Watch 5નું ભારતમાં લોન્ચિંગ, જાણો કિંમત અને અનોખા ફીચર્સ વિશે

Apple Watch 5નું ભારતમાં લોન્ચિંગ, જાણો કિંમત અને અનોખા ફીચર્સ વિશે

 | 5:16 pm IST

Apple Eventમાં iPhone 11 સિરીઝની સાથે Apple Watch Series 5નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેમાં Watch OS6 છે અને કેટલાક અદ્ધુત અને યુનિક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. જેના વિશે જાણી તમે હેરાન થઈ જશો.

મીડિયા રિપોર્ટ મુજબ Apple Watch Series 5માં બિલ્ડ ઇન કંપસ આપવામાં આવ્યું છે જે વધુ સારા નેવિગેશનમાં મદદ કરશે. આ સાથે જ ઇન્ટરનેશનલ ઇમરજન્સી કોલિંગનું ફીચર પણ મળશે. જેના હેઠળ 150 દેશોમાં ડાયરેક્ટ ઇમરજન્સી કોલિંગ સર્વિસ મળશે. આ માટે આઇફોનનું વોચ સાથે કનેક્શન જરૂરી નથી. જોવામાં Apple Watch Series 5 જૂના વર્જનથી વધુ અલગ નથી.

Apple Watch Series 5 એલ્યુમિનિયમ, સ્ટેનલેસ સ્ટીલ, સેરેમિક અને ટાઇટેનિયમ મેટેરિયલમાં ઉપલબ્ધ થશે. Apple Watch Series 5 GPS મોડલ 41 દેશોમાં ઉપલબ્ધ થશે. જ્યારે Apple Watch Series 5(GPS+Cellular) વેરિએન્ટ 22 દેશોમાં ઉપલબ્ધ થશે. બન્ને મોડલ્સનું વેચાણ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે. ડિસ્પ્લેની વાત કરીએ તો Apple Watch Series 5માં ઓલવેઝ ઓન રેટિના ડિસ્પ્લે છે. કંપનીનો દાવો છે આ ઓલ ડે 18 કલાક બેટરી લાઇફ આપશે. ઉપરાંત આમાં લો ટેંપ્રેચર પોલિસિલિકોન એન્ડ ઓક્સાઇડ ડિસ્પ્લે એટલે કે LTPO છે અને અલ્ટ્ર લો પાવર ડિસ્પ્લે ડ્રાઇવર આપવામાં આવ્યા છે. જે તેને વધુ સારું બનાવે છે.

કિંમતની વાત કરીએ તો સૂત્રો મુજબ Apple Watch Series 5(GPS) ની ભારતમાં 40,900 રૂપિયા હશે. જ્યારે Apple Watch Series 5 (GPS+Cellular) ની કિંમત ભારતમાં 49,900 રૂપિયા જેટલી હશે. જોકે સ્પેશિયલ એડિશન Apple Watch Series 5ની ભારતીય કિંમતોની જાહેરાત હાલ કરવામાં આવી નથી.

આ વીડિયો પણ જુઓ: મણિનગરમાં કેળના પાનની થીમ પર બાપ્પાને તૈયાર કરવામાં આવ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન