2 ચમચી નવશેકા પાણીમાં મિક્સ કરીને લગાવો આ 1 વસ્તુ, ગરદન, કોણી અને ઘુંટણની કાળાશ થશે દૂર – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • 2 ચમચી નવશેકા પાણીમાં મિક્સ કરીને લગાવો આ 1 વસ્તુ, ગરદન, કોણી અને ઘુંટણની કાળાશ થશે દૂર

2 ચમચી નવશેકા પાણીમાં મિક્સ કરીને લગાવો આ 1 વસ્તુ, ગરદન, કોણી અને ઘુંટણની કાળાશ થશે દૂર

 | 12:19 pm IST
  • Share

ગરમીના કારણે માત્ર ચહેરો જ નહીં પરંતુ ગરદન, કોણી તેમજ ઘુંટણ પર પણ ટેનિંગ થઇ જાય છે. જેના કારણે સ્કિન કાળી પડવા લાગે છે. છોકરીઓ ચહેરા માટે મોંઘા પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે. પરંતુ આ ભાગ પર ખાસ ધ્યાન આપતી નથી જેના કારણે ઘણી વખત શરમમાં મુકાવું પડે છે એવામાં આજે અમે તમને કેટલાક ઘરેલું નુસખા જણાવીશું. જે ગરદન, કોણી, તેમજ ઘુંટણની કાળશને દૂર કરવાની સાથે સ્કિન પર પણ ચમક લાવશે.

ઉનાળામાં કેમ ત્વચા થાય છે કાળી

ખરેખર, સૂર્ય અલ્ટ્રાવાયોલેટ એ અને બી કિરણો ત્વચામાં મેલાનિનનું સ્તર ઘટાડે છે. નાળામાં પરસેવો પણ બેક્ટેરિયાથી ભરેલો હોય છે, જે શરીરના આ ભાગોને ઝડપથી અસર કરે છે અને ઝડપથી સુકા અને કાળા થઈ જાય છે. સૂર્યના કિરણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી, ત્વચામાં કોલેજન અને ઇલાસ્ટિનનું નુકસાન પણ થાય છે, જે ત્વચામાં ડ્રાયનેસ, કરચલીઓ, ફ્રિકલ્સ અને પિગમેન્ટેશનનું કારણ બની શકે છે.

સામગ્રી

પાણી – 2 બાઉલ
એલોવેરા જેલ – 2 ચમચી
ટામેટાં – 1
સુગર પાવડર – 1 ચમચી

કેવી રીતે બનાવવો પેક

પ્રથમ પદ્ધતિ: પાણીને સારી રીતે ઉકાળો. એક બાઉલમાં 2 ચમચી પાણીમાં 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. ધ્યાનમાં રાખો કે એલોવેરા જેલ જેટલું પાણી લો તે જ પ્રમાણમાં લેવું જરૂરી છે. તમે આ માટે પ્લાન્ટ્સ બેસ્ટ અથવા માર્કેટેડ જેલ લઈ શકો છો.

બીજી પદ્ધતિ: જો એલોવેરા જેલ અનુકૂળ ન આવે તો ગરમ પાણીમાં ટામેટાંનો પલ્પ અને પીસેલી ખાંડ નાખો. પછી તેનો ઉપયોગ કરો.

ઉપયોગ કરવાની રીત

1. પ્રથમ ચહેરો, હાથ, ગળા, કોણી અને ઘૂંટણને ફેસ વોશથી સાફ કરો. ત્યારબાદ એલોવેરા જેલને કોણી, ચહેરા અને ઘૂંટણ પર લગાવીને તેને સારી રીતે માલિશ કરો અને પછી તેને 30 મિનિટ માટે રાખો. જો તમે ઇચ્છો તો તમે લીંબુના છાલથી પણ મસાજ કરી શકો છો.

2. આ પછી, કોટનના કપડાને નવશેકા પાણીમાં લો, તેને હાથ, ગળા, કોણી પર અથવા જ્યાં પેક લગાવ્યો ત્યાં રગડીને સાફ કરો. જો કે, ચહેરાને ખૂબ સખત રીતે ઘસવું નહીં.

3. અંતે ત્વચા પર એલોવેરા જેલ, લોશન અથવા કોઈપણ ક્રીમ લગાવો જેથી ત્વચા શુષ્ક ન થાય.

આ પણ જુઓ : વડોદરા માર્કેટયાર્ડ બંધ કરાવાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન