આવક કરતાં ખર્ચ વધી જતો હોય તો અજમાવો આ ટોટકા, વધશે બચત - Sandesh
  • Home
  • Astrology
  • આવક કરતાં ખર્ચ વધી જતો હોય તો અજમાવો આ ટોટકા, વધશે બચત

આવક કરતાં ખર્ચ વધી જતો હોય તો અજમાવો આ ટોટકા, વધશે બચત

 | 2:42 pm IST

પરિવાર સાથે સુખી અને સમૃદ્ધ જીવન જીવવા માટે વ્યક્તિ દિવસ રાત એક કરી અને મહેનત કરે છે. પરંતુ જ્યારે ભાગ્ય સાથ ન આપે ત્યારે દિવસ રાતની મહેનત પણ બેકાર થઈ જાય છે. વ્યક્તિ અથાગ મહેનત કરે તો પણ ઘરમાં બે છેડા એક સાથે થઈ શકતા નથી. ઘરમાં જે રકમની આવક થાય તેનાથી બમણી જાવક થતી હોય તો તેની અસર દરેક વ્યક્તિ પર થાય છે. આમ તો જીવનમાં આવતાં સુખ-દુ:ખ પર કોઈનું નિયંત્રણ હોતું નથી. પરંતુ જ્યોતિષ શાસ્ત્રના કેટલાક ટોટકા અજમાવી તેની અસરને ઘટાડી શકાય છે.  જેના કારણે જીવનમાંથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે.

1. ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે લાલ માટીના કોઈ પાત્રમાં સોના-ચાંદીના થોડા સિક્કા મુકી તેમાં ચોખા અથવા ઘઉં ભરી દેવું અને તેના પર લાલ કપડું બાંધી ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખી દેવું. ઘરમાં ધન-ધાન્યની ખામી રહેતી નથી.

2. જ્યારે અઢળક મહેનત કર્યા પછી પણ પરીણામ ન મળતું હોય, આવક કરતાં ખર્ચ વધી જતો હોય તો ધન રાખવાના સ્થાન પર લાલ કપડું પાથરી અને ચણોઠી રાખવી. બચત થવા લાગશે.

3. કાળી હળદરને એક દિવસ સૂર્ય પ્રકાશમાં રાખી અને બીજા દિવસે તેના પર સિંદૂર અને એક સિક્કો રાખી લાલ કપડાંમાં આ સામગ્રીઓ બાંધી તેને તિજોરીમાં રાખી દેવું. ધનમાં વૃદ્ધિ થવા લાગશે.

4. ઘરમાં જો કોઈ લાંબા સમયથી બીમાર રહેતું હોય તો શુક્રવારે રાત્રે એક મુઠ્ઠી કાળા ચણા પાણીમાં પલાળી દેવા. શનિવારે આ પલાળેલા ચણાને કાળા કપડાંમાં રાખી તેમાં એક ખીલ્લી, કોલસો રાખી તેની પોટલી બાંધી બીમાર વ્યક્તિ પરથી સાતવાર ઉતારી અને કુંવામાં ફેંકી દેવી.

5. પાંચ ખીલેલા લાલ ગુલાબ લેવા તેને દોઢ મીટરના સફેદ કપડાંમાં રાખી અને 21 વખત ગાયત્રી મંત્ર બોલવો અને આ કપડાં અને ગુલાબને વહેતા પાણીમાં વહાવી દો. કરજમાંથી મુક્તિ મળશે.

6. મનોકામના પૂર્તિ માટે 11 મંગળવાર સુધી 11 ગુલાબ હનુમાનજીને ચડાવવા.