'આવું' વડલાનું પાન મંગળવારે રાખો પર્સમાં, ધનની રહેશે છનાછની - Sandesh
NIFTY 10,544.05 -21.25  |  SENSEX 34,373.55 +-53.74  |  USD 66.0150 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ‘આવું’ વડલાનું પાન મંગળવારે રાખો પર્સમાં, ધનની રહેશે છનાછની

‘આવું’ વડલાનું પાન મંગળવારે રાખો પર્સમાં, ધનની રહેશે છનાછની

 | 4:22 pm IST

મંગળવારને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કરેલી પૂજાથી હનુમાનજી પ્રસન્ન તો થાય જ છે સાથે કુંડળીના ખરાબ પ્રભાવ આપતાં ગ્રહોની અસરને પણ દૂર કરે છે. તેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાયો કરવા જોઈએ. તેને કરવાથી વ્યક્તિના જીવનના કષ્ટ દૂર થઈ જાય છે.

– મંગળવારે સંધ્યા સમયે હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબની માળા ચડાવવી. આ ઉપાયથી હનુમાનજી શીઘ્ર પ્રસન્ન થાય છે.
– મંગળવારે ઉપવાસ રાખવો અને સાંજે પૂજા કરી બૂંદીનો પ્રસાદ હનુમાનજીને ચડાવવો અને તેનું બાળકોમાં વિતરણ કરી દેવું.
– મંગળવારે હનુમાનજીને ફટકડી ચડાવવી.
– મંગળવારે હનુમાનજીના મંદિરમાં જવું અને મૂર્તિના મસ્તક પરથી જમણા હાથના અંગૂઠાથી સિંદૂર લેવું અને માતા સીતાના ચરણમાં ચડાવી દેવું. આ ઉપાય પણ તુરંત લાભ દેશે.
– હનુમાન મંદિરમાં સરસવના તેલનો દીવો અને એક ઘીનો દીવો કરવો. દીવો ચાલતો હોય ત્યાં સુધીમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આ ટોટકાનું ફળ અચૂક મળે છે.
– હનુમાન મંદિરમાં જઈને રામરક્ષાસ્ત્રોતનો પાઠ કરવો. દરેક ઈચ્છા પૂર્ણ થશે.
– મંગળવારે સવારે સ્નાન કર્યા પછી વડલાનું એક પાન તોડી તેને સાફ કરી લેવું, તેના પર કેસરથી શ્રીરામ લખવું, આ પત્તાને પર્સમાં રાખી જેવું ધનની ખામી ક્યારેય સતાવશે નહીં.