NIFTY 9,509.75 +149.20  |  SENSEX 30,750.03 +448.39  |  USD 64.6000 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ઝડપથી જોએ છે good news? તો ગુરુવારે કરો આ સરળ ઉપાય

ઝડપથી જોએ છે good news? તો ગુરુવારે કરો આ સરળ ઉપાય

 | 1:53 pm IST

જ્યોતિષશાસ્ત્ર અનુસાર બૃહસ્પતિ વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ અને સંતતિનો કારક ગ્રહ છે. સંસારના બધા જ સુખથી ઉપર હોય છે સંતાન સુખ, આ સુખ પામવાના આશીર્વાદ પણ બૃહસ્પતિ આપે છે. જે દંપતિ સમૃદ્ધિ અને ધનનું સુખ ભોગવી રહ્યા હોય પરંતુ સંતાન સુખથી વંચિત હોય તેઓ જો ગુરુવારે કેટલાક ટોટકા કરે તો ઝડપથી સારાં સમાચાર મળી જાય છે.

– શુક્લ પક્ષના ગુરુવારે વડલાનું એક પાન લઈ તેને સાફ કરી અને તેના પર કંકુથી સ્વસ્તિક બનાવી થોડા ચોખા અને એક સોપારી મુકી અને સૂર્યાસ્ત પહેલા કોઈ મંદિરમાં પધરાવી દેવું.

– દંપતિએ ગુરુવારનું વ્રત કરવું.

– માતા બનવાની ઈચ્છા રાખતી મહિલાઓએ ગુરુવારે ઘઉંના લોટમાંથી બે મોટા લુઆ બનાવી તેમાં પલાળેલી ચણાની દાળ અને થોડી હળદર ઉમેરી અને ગાયને ખવડાવવી.

– પીળા દોરામાં પીળી કોડી પરોવી અને રૂમમાં બાંધી દેવી. સંતાન પ્રાપ્તિના યોગ પ્રબળ થઈ જશે.

– માતા બનવા ઈચ્છતિ મહિલાઓએ પારદ શિવલિંગનો રોજ દૂધથી અભિષેક કરવો.

– ભીખારીઓને ગુરુવારે ગોળનું દાન કરવું.

– રવિવાર સિવાયના દરેક દિવસે પીપળા સમક્ષ દીવો કરવો અને પ્રદક્ષિણા કરવી. સંતાન પ્રાપ્તિની ઈચ્છા ઝડપથી પૂરી થશે.

1