NIFTY 10,283.60 +68.85  |  SENSEX 33,342.80 +235.98  |  USD 65.0100 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • શુક્રવારે રાત્રે કરો અચૂક ફળ આપતો આ ઉપાય, ધન પ્રાપ્તિના સર્જાશે યોગ

શુક્રવારે રાત્રે કરો અચૂક ફળ આપતો આ ઉપાય, ધન પ્રાપ્તિના સર્જાશે યોગ

 | 5:20 pm IST

ઘર-પરીવાર પર ધનની વર્ષા થતી રહે તેવી ઈચ્છા કોને ન હોય ? દરેક વ્યક્તિ તેના માટે યથાયોગ્ય પ્રયત્નો પણ કરે છે. પરંતુ કહેવાય છે ને કે ભગવાનની ઈચ્છા વિના પાંદડુ પણ ન હલી શકે, એટલા માટે જ ધન પ્રાપ્તિની ઈચ્છા પૂરી કરવા માટે પણ ઈશ્વરના આશીર્વાદ હોવા જરૂરી છે. ઝડપથી ઈશ્વર કૃપા પ્રાપ્ત કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલો આ ઉપાય કામ આવી શકે છે. આ ઉપાય ક્યારેય વિફળ જતો નથી એટલે કે તેને કરનારને ફળ અચૂક આપે છે.

ધન પ્રાપ્તિનો આ અચૂક ઉપાય અમલમાં શુક્રવારે મુકવો. શુક્રવારે સવારે સ્નાન કર્યા પછી દુકાનમાંથી એક નવા તાળાની ખરીદી કરવી. આ તાળું ચેક કરવા માટે પણ ખોલવું નહીં, બંધ તાળું અને ચાવી લઈ અને ઘરે પરત ફરવું અને તેને રાત્રે સૂતી વખતે બેડરૂમમાં રાખી દેવું. શનિવારે સવારે સૂર્યોદય સમયે સ્નાનાદિ કર્મથી નિવૃત થઈ અને બંધ તાળું કોઈ મંદિરમાં મુકી આવવું. જ્યારે આ તાળાને અન્ય કોઈ ખોલશે ત્યારે તમારા ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જશે.

શુક્રવારે રાખો આ વાતોનું ધ્યાન
– સવારે આંખ ખુલે ત્યારે માતા લક્ષ્મીનું સ્મરણ કરવું અને સફેદ વસ્ત્ર પહેરવા. શ્રી સૂક્તનો પાઠ કરવો અને માતા લક્ષ્મીને કમળનું ફુલ ચડાવવું.
– જો પતિ-પત્ની વચ્ચે સમસ્યા રહેતી હોય તો શુક્રવારે બેડરૂમમાં સારસ પક્ષીની જોડી લાવી રાખવી.
– કાળી કીડીને ખાંડ અને લોટ ખવડાવવો.
– માતા લક્ષ્મીના મંદિરમાં કોડી, શંખ, કમળ ચડાવવું.