Appointment of Avantika Aulakh as Secretary to ACS Pankaj Joshi in CM's Office
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નવા મંત્રીમંડળની શપથવિધિ પહેલાં ગાંધીનગરમાં નવા ફેરફાર: તદ્દન નવા અને લો-પ્રોફાઇલ અધિકારીઓની નિમણૂક

નવા મંત્રીમંડળની શપથવિધિ પહેલાં ગાંધીનગરમાં નવા ફેરફાર: તદ્દન નવા અને લો-પ્રોફાઇલ અધિકારીઓની નિમણૂક

 | 6:52 am IST
  • Share

ગુજરાતના નવા સુકાની ભૂપેન્દ્ર પટેલે બુધવારે સવારે મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતાવેંત જૂના અધિકારીઓને વિદાય કરી તદ્દન નવા અને લો-પ્રોફાઇલ અધિકારીઓની નિમણૂકો કરી છે. મુખ્યમંત્રીના કાર્યાલયમાં મુખ્ય અધિકારી તરીકે અધિક મુખ્ય સચિવ પંકજ જોષીની નિયુક્તિ કરાઈ છે, જેમને બુધવારે સવારે સામાન્ય વહીવટ વિભાગે જાણ કરી સીએમઓમાં ચાર્જ લેવાનું જણાવ્યું હતું. ૧૯૮૯ બેચના આ સિનિયર અધિકારીને એસીએસ ફાઇનાન્સ તરીકેના રેગ્યુલર પોસ્ટિંગમાંથી છૂટા કરાયા છે, પણ આ જગ્યાનો વધારાનો ચાર્જ હજી એમને જ સોંપાયો છે. એવી જ સીએમઓમાં સચિવ તરીકે અવંતિકા સિંઘ ઔલખ નીમાયા છે, જેઓ ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં ઉપાધ્યક્ષ-સીઇઓ પદે રેગ્યુલર પોસ્ટિંગ ધરાવતા હતા. આ જૂનું સ્થાન હજી એમની પાસે વધારાના ચાર્જ તરીકે ચાલુ રખાયું છે. સીએમઓમાં આ બંને મહત્ત્વનાં આઇએએસ અધિકારીઓએ નવી જવાબદારી તૂર્ત જ સંભાળી લીધી છે. જ્યારે કે. કૈલાસનાથન્ બુધવારે સીએમઓમાં આવ્યા ન હતા, તેઓનું ફરી પોસ્ટિંગ મંત્રીમંડળના શપથવિધિ બાદ થશે, એમ જણાવાઈ રહ્યું છે.

સીએમઓમાં અગાઉ એસીએસ મનોજકુમાર દાસ હતા, તેમની પાસે બંદરો અને ટ્રાન્સપોર્ટ વિભાગના એસીએસ તરીકેની વધારાની જવાબદારી હતી, ત્યાં જ હમણા રેગ્યુલર પોસ્ટિંગ આપી દેવાયું છે, એવી જ રીતે સીએમઓમાં અગાઉ સચિવ અશ્વિનીકુમાર હતા, તેમનેય તેમની પાસેના ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બોર્ડ-જીઆઇડીબીના ઉપાધ્યક્ષ-સીઇઓનો જે વધારાનો ચાર્જ હતો, તે હવે રેગ્યુલર પોસ્ટિંગમાં કન્વર્ટ કરાયો છે. વર્ષ ૨૦૦૩ બેચ આ અધિકારી, અત્યારે જિયોલોજી એન્ડ માઇન્સ વિભાગના કમિશનર તથા જીએમડીસીના એમડી તરીકેનો વધારાનો ચાર્જ સંભાળતા અધિકારી રૃપવંતસિંહના પત્ની છે.

રૃપાણીના સીએમઓમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી-ઓએસડી તરીકે કમલ એન. શાહ અને ડી.એચ. શાહ ફરજ બજાવતા હતા, જેમના સ્થાને અનુક્રમે ડો. એમ.ડી. મોડિયા અને નૈષધ એન. દવે મુકાયા છે. અગાઉ મોડિયા ભરૃચ કલેક્ટર હતા, જ્યારે નૈષધ દવે સ્પીકરની કચેરીમાંથી થોડા સમય પહેલાં જ અમ્યુકોમાં નાયબ કમિશનર તરીકે મુકાયા હતા.

સીએમઓમાં મોટા પરિવર્તન સાથે જ બ્યૂરોક્રસીમાં ફેરબદલની ચર્ચા શરૃ થઈ છે. મંત્રીમંડળના શપથવિધિ બાદ એકાદ સપ્તાહમાં જ બદલીઓનો દૌર આવી શકે તેમ છે, જેના માટે શુભેચ્છાના ગુલદસ્તા સાથે અધિકારીઓનું લોબિંગ પણ શરૃ થઈ ચૂક્યું છે. એસીએસ નાણાં વિભાગની મહત્ત્વની જગ્યાએ નવું પોસ્ટિંગ થશે. એવી જ રીતે મનોજકુમાર દાસ તથા અશ્વિનીકુમારની પણ અન્યત્ર જગ્યાએ બદલીની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન