Approx 20 Lakh undeserving beneficiaries Got 1364 Cr rs in PM Kisan Scheme
  • Home
  • Business
  • PM કિસાનમાં 20 લાખ અયોગ્ય લોકોને મળી ગયા 1364 કરોડ રૂપિયા, ગુજરાતમાં આટલાં લોકોએ ઉઠાવ્યો ગેરલાભ

PM કિસાનમાં 20 લાખ અયોગ્ય લોકોને મળી ગયા 1364 કરોડ રૂપિયા, ગુજરાતમાં આટલાં લોકોએ ઉઠાવ્યો ગેરલાભ

 | 3:45 pm IST
  • Share

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) હેઠળ 20.48 લાખ અયોગ્ય લાભાર્થીઓને 1364 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ ગઈ છે. આ જાણકારી કેન્દ્રીય કૃષિ મંત્રાલયે RTI હેઠળ માગેલી સૂચનાના જવાબમાં આપી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકારે વર્ષ 2019માં કરી હતી અને જે બાદ નાના ખેડૂતો કે જેઓની પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે, તેઓને વર્ષમાં ત્રણ વખત કુલ છ હજાર રૂપિયા આપવામાં આવે છે.

RTIના જવાબમાં કેન્દ્રિય કૃષિ મંત્રાલયે જણાવ્યું કે અયોગ્ય લાભાર્થીઓની બે શ્રેણીની ઓળખાણ કરી ગઈ છે. તેમાંથી પહેલી શ્રેણીમાં અયોગ્ય અને બીજી શ્રેણીમાં ઈન્કમટેક્સ ભરનાર ખેડૂતોની છે. કોમનવેલ્થ હ્યુમન રાઈટ્સ ઈનિશિએટિવ (CHRI)થી સંબદ્ધ RTI આવેદક વેંકટેશ નાયકે આ આંકડો સરકાર પાસેથી પ્રાપ્ત થઈ છે. તેઓએ કહ્યું કે અયોગ્ય લાભાર્થીઓમાં અડધાથી વધારે (55.58 ટકા) આયકરદાતાની શ્રેણીમાં છે. બાકી 44.41 ટકા એ ખેડૂતો છે, જે યોજનાની લાયકાત પૂરી કરતાં નથી.

વસૂલી પ્રક્રિયા શરૂ

તેઓએ કહ્યું કે, મીડિયામાં આવેલી ખબર મુજબ અયોગ્ય લાભાર્થીઓને ચૂકવણી કરેલ રાશિ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સૂચનાના અધિકાર અધિનિયમ-2005 હેઠળ પ્રાપ્ત સૂચનાથી જાણવા મળ્યું છે કે વર્ષ 2019માં શરૂ કરેલ પીએમ-કિસાન યોજના હેઠળ જુલાઈ 2020 સુધી અયોગ્ય લાભાર્થીઓને 1364 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે. તેઓએ કહ્યું કે, સરકાર પોતાના આંકડાથી સંકેત આપે છે કે પૈસા ખોટા હાથોમાં જતા રહ્યા છે.

આ 5 રાજ્યોમાં અયોગ્ય લાભાર્થીઓની મોટી સંખ્યા

RTI આવેકકને જણાવ્યું કે આંકડાઓ મુજબ અયોગ્ય લાભાર્થીઓની મોટી સંખ્યા પાંચ રાજ્યો- પંજાબ, આસામ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં છે. સુચના મુજબ પંજાબ ટોપ પર છે. જ્યાં કુલ અયોગ્ય લાભાર્થીઓમાંથી 23.6 ટકા એટલે કે 4.74 લાખ લોકો છે, જે બાદ 16.8 એટલે કે 3.45 લાખ લાભાર્થીઓ આસામના છે. 13.99 એટલે કે 2.86 લાખ લાભાર્થી મહારાષ્ટ્રના છે. જ્યારે ગુજરાતમાં 8.05 ટકા એટલે કે 1.64 લાખ લાભાર્થી અને 8.01 ટકા એટલે કે 1.64 લાભ લાભાર્થી ઉત્તરપ્રદેશના છે. સિક્કિમમાં ફક્ત એક જ લાભાર્થીએ ગેરલાભ ઉઠાવ્યો છે, જે કોઈપણ રાજ્યમાં સૌથી ઓછું છે.

આ વીડિયો પણ જુઓઃ રાજકોટ શહેરને ઉનાળામાં પાણીની સમસ્યાનો સર્જાવાની શક્યતા

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો