મૂર્ખ બનાવવાની શરૂઆત ક્યારથી થઇ જાણો તમે પણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • મૂર્ખ બનાવવાની શરૂઆત ક્યારથી થઇ જાણો તમે પણ

મૂર્ખ બનાવવાની શરૂઆત ક્યારથી થઇ જાણો તમે પણ

 | 2:50 pm IST
  • Share

એક એપ્રિલ એ તારીખ છે, જે દિવસે લોકો એકબીજાને ઉલ્લુ બનાવવા માટે તકની રાહ જોતા રહેતા હોય છે. એપ્રિલ ફૂલ ડેને ઓલ ફૂલ્સ ડે પણ કહેવાય છે. વર્ષો પહેલાં પ્રિમૃના કેટલાક લોકોએ એપ્રિલ મહિનાની પહેલી તારીખને મૂર્ખ બનાવવાના દિવસ તરીકે જાહેર કર્યો હતો. પછી તો ધીરે ધીરે આ દિવસ દુનિયાભરમાં એકબીજાને મૂર્ખ બનાવવાનું ચલણ વધતું ગયું. આ દિવસે લોકો જાત જાતની મજાક અને બેવકૂફ બનાવવાના કિસ્સા ઉપજાવી કાઢતા હોય છે. આ દિવસે સમજદાર અને પ્રતિભાશાળી વ્યક્તિ પણ મૂર્ખ બનવા, બનાવવા કે કહેવાડવવામાં ખુશી અનુભવે છે.

મૂર્ખ બનાવવાની શરૂઆત ક્યારથી થઇ?
એપ્રિલ ફૂલ બનાવવાનું ક્યારથી શરૂ થયું, એ અંગે કોઇ નક્કર માહિતી મળતી નથી, પરંતુ જુદી જુદી સંસ્કૃતિઓમાં સદીઓથી બેવકૂફ બનાવવાની પરંપરા ચાલતી આવી છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે, આ દિવસ 1582થી ઊજવાય છે. કોઇ 1539થી, તો કયાંક 1564થી આ દિવસને મનાવાતો હોવાની દલીલ થતી રહે છે.

ક્યાંક મરઘી ચોરી તો ક્યાંક મૂર્ખ ગીત
એપ્રિલ ફૂલ ડેની ઉજવણીએ ઇંગ્લેન્ડમાં મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરાય છે. આ દરમિયાન લોકો એકબીજા પર મૂર્ખતાભર્યા ગીતો ગાઇને નિશાન બનાવતા રહે છે. સ્કોટલેન્ડમાં આ દિવસને હન્ટિંગ ધ ફૂલ નામે ઓળખવામાં આવે છે. આ દિવસે ત્યાં લોકો મરઘાં ચોરતા હોય છે, તે અહીંની ખાસ પરંપરા છે. ફ્રાન્સમાં એપ્રિલ ફૂલ ડેના દિવસે મૂર્ખ, કવિઓ અને વ્યંગકારોના 7 દિવસના કાર્યક્રમ હોય છે. ચીનમાં આ દિવસે બેરંગ પાર્સલ મોકલવાનો અને મીઠાઇ વહેંચવાનો રિવાજ છે. અહીંના લોકો જંગલી જાનવરના મ્હોરા પહેરીને આવતાંજતાં લોકોને ડરાવતા હોય છે. ઇટાલીમાં એપ્રિલ ફૂલ ડે ફ્રાન્સની જેમ અઠવાડિયા સુધી મનાવાય છે. જાપાનમાં બાળકો પતંગ પર ઇનામની જાહેરાત લખીને પતંગ ઉડાડે છે. પતંગ પકડીને ઇનામ માગવા આવનારો એપ્રિલ ફૂલ બની જતો હોય છે ! સ્પેનમાં આ પરંપરાની શરૃઆત પૂર્વ રાજા માઉન્ટોબેટે કરી હતી. આ દિવસે હસી મજાકના કાર્યક્રમ યોજાતા હોય છે.

બપોર સુધી જ ફૂલ્સ ડે!
ન્યૂઝીલેન્ડ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં આ પ્રકારની મજાક ફક્ત બપોર સુધી જ કરાય છે. જો કોઇ બપોર પછી આ પ્રકારની મજાકનો પ્રયાસ કરે તો તેને એપ્રિલ ફૂલ કહેવાય છે. વાસ્તવમાં બ્રિટનના અખબાર એપ્રિલ ફૂલ પર સવારની આવૃત્તિમાં જ પાના આપતા હોય છે.

આખો દિવસ હસી મજાક!
આયરલેન્ડ, દક્ષિણ કોરિયા, જાપાન, રશિયા, નેધરલેન્ડસ, જર્મની, બ્રાઝિલ, કેનેડા અને અમેરિકામાં જોક્સ આખો દિવસ કહેવાતા હોય છે.

મૂર્ખ દિવસનો પહેલો બનાવ?
એક એપ્રિલ અને મૂર્ખતા દિવસ વચ્ચેના સબંધનો પહેલો કિસ્સો 1392માં બન્યો હતો એમ કહેવાય છે. બ્રિટિશ લેખક ચૌસરનું પુસ્તક ધ કેન્ટરબરી ટેલ્સમાં કેન્ટરબરી નામના એક કસ્બાનો ઉલ્લેખ છે. તેમાં ઇંગ્લેન્ડના રાજા રિચાર્ડ બીજો અને બોહેમિયાની રાણી એનીની સગાઇની તારીખ 32 માર્ચ 1381ના દિવસે થશે એવી જાહેરાત કરાઇ હતી, જેને એ વિસ્તારના લોકો સાચી માનીને મૂર્ખ બન્યા હતા. એમ મનાય છે કે મૂર્ખ દિવસ ત્યારથી ઊજવવાનો શરૃ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન