AR Rahman's daughter performed in Dubai, all around her discussion.
  • Home
  • Entertainment
  • Bollywood
  • AR રહેમાનની દીકરીએ દુબઈમાં કર્યું પરફોર્મ,ચોતરફ તેની જ ચર્ચા..

AR રહેમાનની દીકરીએ દુબઈમાં કર્યું પરફોર્મ,ચોતરફ તેની જ ચર્ચા..

 | 5:54 pm IST
  • Share

  • AR રહેમાનની દીકરીનો દુબઈમાં જાદુ
  • દુબઈમાં રહેમાનની દીકરી ખતીજાની ચર્ચા
  • ચોતરફ ખતીજાના અવાજની ચર્ચા

એ આર રહેમાનની 24 વર્ષની દીકરી ખતીજા હાલ ચર્ચાનો વિષય બની છે. સૌકોઈ ખતીજાના અવાજના ગુણગાન ગાઈ રહ્યા છે.ખતીજા દુબઈ એક્સ્પો 2020માં ઓર્કેસ્ટ્રાનો ભાગ બની હતી. ખતિજાએ 20 નવેમ્બરે વિશ્વ બાળ દિવસના અવસરે પરફોર્મ કર્યું હતું.

ખતીજા ઓળખ બતાવવા તૈયાર

ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એ આર રહેમાનનું જાદુઈ સંગીત વર્ષોથી લોકોના દિલ પર રાજ કરે છે. એ આર રહેમાનની જેમ તેમની પુત્રી ખતિજા રહેમાન પણ સંગીતની દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે તૈયાર છે. દુબઈ એક્સ્પો 2020માં ખાતિજાએ તેના અવાજથી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા.

રહેમાનની દીકરીના અવાજ પર લોકો ફિદા

આ ઇવેન્ટમાં ખતિજાએ તેના ડેબ્યુ સિંગલ ફરિશ્તો પર ધમાકેદાર શો કર્યો. આ ગીત તેના પિતા એઆર રહેમાને કમ્પોઝ કર્યું છે. રહેમાને દીકરીનો વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે.વીડિયોને શેર કરતા મ્યુઝિક મિસ્ટ્રો એઆર રહેમાને લખ્યું છે કે આ તે લોકો માટે છે જે ખતિજા રહેમાનનું પ્રદર્શન ચુકી ગયા છે.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો