અરવલ્લી : ગાડી ચલાવતા ચલાવતા આગની જ્વાળામાં લપેટાયો ચાલક, ભડથુ થઈ કાર - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • અરવલ્લી : ગાડી ચલાવતા ચલાવતા આગની જ્વાળામાં લપેટાયો ચાલક, ભડથુ થઈ કાર

અરવલ્લી : ગાડી ચલાવતા ચલાવતા આગની જ્વાળામાં લપેટાયો ચાલક, ભડથુ થઈ કાર

 | 2:48 pm IST

અરવલ્લીના શામળાજી પાસે CNG કારમાં આગ લાગી હતી. ચાલુ કાર સળગી જતા એક વ્યક્તિ ભડથુ થઈ ગઈ હતી.

અરવલ્લીના શામળાજી પાસે એક કાર રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. પરંતુ સળગેલી કાર એક કિલોમીટર સુધી રોડ પર દોડી હતી, બાદમાં તે એક ખેતરમાં જઈને રોકાઈ હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કાર ચલાવનારી વ્યક્તિ આગમાં બળીને ભડથુ થઈ ગઈ હતી. રસ્તા પર આ દ્રશ્ય જોઈને લોકો ચોંકી ગયા હતા. અનેક લોકોએ આ ઘટનાના વીડિયો બનાવ્યા હતા. આ કારને જોવા લોકોના ટોળેટોળા વળ્યા હતા. શામળાજી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.