Aravalli girl scores first in ISRO in Indian Space Olympiad-2
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાતના અંતરિયાળ ગામની દીકરીએ દુનિયામાં વગાડ્યો ડંકો, ઇસરો પણ થયુ ગદગદ

ગુજરાતના અંતરિયાળ ગામની દીકરીએ દુનિયામાં વગાડ્યો ડંકો, ઇસરો પણ થયુ ગદગદ

 | 6:43 pm IST
  • Share

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગોઢા ગામની 17 વર્ષની ત્વિષા જયેશભાઇ ચૌધરી નામની દીકરીએ ઈસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-2 ક્ષેત્રેની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર આવતા ચંદ્રયાન મિશન-2માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. અને ઈસરો દ્વારા યોજવામાં આવતી ટેડ એક્સ ઇવેન્ટમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા વિચારણાઓ કરવા માટે પસંદગી પામતા સમગ્ર ભારત દેશનું ગૌરવ પ્રદાન કર્યું છે.

અરવલ્લી જિલ્લામાં આવેલ મેઘરજ તાલુકાના ગોઢા ગામની ત્વિષા ચૌધરી નામની 17 વર્ષની ઉંમરમાં પોતાના સ્વપ્નોને સાબિત કરી બતાવ્યા છે. જેમાં વાત કરવામાં આવે તો આ સ્વપ્નો સાર્થક બનાવવા પોતાના મમ્મી-પાપા કરતા નાની-નાના તેમજ પોતાના મામા-મામીના સહિયોગથી ત્વિષાનું સ્વપ્ન સાકાર થયું છે. તે ગર્વની વાત છે કે આટલી નાની ઉંમરમાં ઊંચા મુકામે પોંહચવું. પરંતુ કહેવત છે કે ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ જેમાં આ દીકરીએ સમગ્ર ભારતમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેનાથી પોતાના માતા પિતા તેમજ સમાજ, રાજ્ય અને ભારત દેશનું નામ રોશન કર્યું છે.

આ દીકરીએ પોતાના સ્વપ્નો સાર્થક બનાવવા નાનપણમાં પરીક્ષા વિશે સૌ પ્રથમ ધોરણ પાંચની અંદર પોતાના અભ્યાસ વર્ષ દરમિયાન સાંભળ્યું હતું. ધોરણ પાંચમા અભ્યાસ ચાલુ હતો ત્યારે અમદાવાદ સાયન્સ સીટી દ્વારા ઇસરોના કેટલાક પ્રોજેક્ટ અને એ વર્ષ પછી જે પ્રોજેક્ટ કરવાના હતા તેનું એક્ઝિબિશન રાખેલું હતું. એ એક્ઝિબિશનમાં ત્યાં ઉપસ્થિત ઇસરોમાં એ સમયે ફરજ બજાવી રહેલા એન્જિનિયર થકી આ પરીક્ષાની માહિતી મેળવી હતી. સૌ પ્રથમ તો નેશનલ સ્પેસ સાયન્સ એક્ઝામિનેશનની પરીક્ષા પાસ કરી અને ઈન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ માટે સિલેક્ટ થઇ હતી. જોકે નેશનલ સ્પેસ સાયન્સ એક્ઝામીનેશનની પરીક્ષાની તૈયારી ધોરણ પાંચથી કરેલી પણ આ પરીક્ષામાં સતત ત્રણ વર્ષ સુધી નિષ્ફળતા મળી વચ્ચે ત્રણ વર્ષ સુધી પરીક્ષા ન આપી. એના વિશે થોડી વધારે તૈયારી કરી અને ત્યાર પછી ધોરણ-11માં સૌપ્રથમ વાર પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડની પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતમાં પ્રથમ નંબરે અને ભારતમાં દ્વિતીય ક્રમે આવી હતી. ત્યાર પછી ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ પ્રિલિમ્સની પરીક્ષા આપી જેમાં માર્કિંગના આધારે 2020 પછી યોજવામાં આવેલા પ્રોજેક્ટની વહેંચણી કરવામાં આવી. જેમાં ત્વિષાના ભાગે ચંદ્રયાન-ટુનો લોન્ચિંગ ડિપાર્ટમેન્ટ આવ્યો. ત્યારબાદ જાન્યુઆરી 2021માં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-2ની પરીક્ષા આપી કે જેનું રીઝલ્ટ 6 જાન્યુઆરીના રોજ જાહેર થયું. એ પ્રમાણે ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે અને ઈસરો દ્વારા યોજવામાં આવતી ટેડ એક્સ ઇવેન્ટમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા વિચારણાઓ કરવા માટે પસંદગી કરવામાં આવી.

હવે આના પછી ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ મેઇન્સની પરીક્ષા જે ઓગસ્ટમાં લેવાની છે. જો એમાં તે મેરિટ લિસ્ટમાં આવે તો તેને ઈસરો થકી એમ્પ્લોયર તરીકે પસંદ કરવામાં આવે ત્યાં સૌ પ્રથમ ત્રણ વર્ષ સુધી એકેડેમિક એન્ડ પ્રેક્ટીકલ બંને રીતથી ટ્રેન કરવામાં આવે અને ત્યારબાદ મને ઇસરોમાં સિનિયર સાયન્ટિસ્ટ તરીકે પસંદ કરવામાં આવશે. આ ફિલ્ડમાં જવાની અભિલાષાઓ ઘણા લોકોની હોય છે.

ઘણા લોકો આ વિષે અભ્યાસ કરતા હોય છે અને ગણાના સ્વપ્ન હોય છે. પણ તેના આ પરિક્ષાના અભ્યાસક્રમનાં અનુભવને જણાવું તો ઘણી અઘરી અને આકરી લેવાતી પરીક્ષા છે. દર બે વર્ષે યોજાતી પરીક્ષામાં આખા ભારતમાંથી સૌથી ઓછા વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે. લગભગ 250થી 300 અને ઘણા ઓછા તેને પાસ કરી શકે છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં પણ ત્વિષાએ પોતાની કલાને સાબિત કરી બતાવી છે તેને પોતાની કાલી ગેલી ભાષામાં ગણા સહસ્તક કવિતાઓ પણ લખી છે અને કલા ઉત્સવમાં પણ રાજ્યમાં નામના મેળવી છે ત્યારે આવી સિદ્ધિઓ સત્તર વર્ષની ઉંમરમાં પ્રાપ્ત થતા ખરેખર પોતાની માતાને ધન્ય છે.

આ વીડિયો પણ જુઓ : ઈકો સેન્સિટીવ ઝોન હટાવો સમિતિ દ્વારા ધરણા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન