Aravalli In Tragic Case In mother of 4 children in Love affair
  • Home
  • Featured
  • અરવલ્લીમાં ચાર સંતાનોની માતાના આડા સંબંધના વહેમમાં કરૂણ અંજામ, કુહાડીથી હત્યા

અરવલ્લીમાં ચાર સંતાનોની માતાના આડા સંબંધના વહેમમાં કરૂણ અંજામ, કુહાડીથી હત્યા

 | 12:15 pm IST
  • Share

  • પતિએ ઉંઘમાં જ પત્નીને માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી

  • પત્નીના પર પુરુષ સાથે આડા સંબંધો હોવાનો વહેમ જાગ્યો હતો.

  • માધુસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

અરવલ્લી જિલ્લામાં ચાર સંતાનોની માતાને પર પુરુષ સાથેના આડા સંબધના વહેમમાં પતિ હત્યા કર્યાની ઘટના સામે આવી છે. બાયડના અહમદપુરા ગામમાં પતિએ ઉંઘમાં જ પત્નીને માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાંખી છે. જો કે ઘટનાની જાણ થતા સાઠંબા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનું પંચનામું કરી પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો. તો આ તરફ સાઠંબા પોલીસે મૃતકના જેઠની ફરિયાદના આધારે પતિ માધુસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અહમદપુરા ગામે એક શ્રમિક પરિવારમાં 25 વર્ષ પહેલા માલપુરના ખાલીકપુરની ઇન્દુબેન પરમારને ગામના માધુસિંહ પરમાર સાથે લગ્ન થયા હતા. તેમના સુખી સંસારમાં ત્રણ પુત્ર અને સૌથી મોટી પુત્રી એમ ચાર સંતાનો હતા. મોટી દીકરીના લગ્ન પણ થઈ ગયા છે અને અચાનક માધુસિંહ પરમારના મનમાં તેમની પત્નીના પર પુરુષ સાથે આડા સંબંધો હોવાનો વહેમ જાગ્યો હતો. જેના કારણે દરરોજ બંને વચ્ચે ઝગડાઓ થયા કરતા હતા.

આટલી મોટી ઉંમરના સંતાનો હોવા છતાં માધુસિંહનું વહેમી માનસ જાણે ઘર કરી ગયું હોય તેમ પત્ની પર તેનો ત્રાસ વધતો જતો હતો. ગત રાત્રીએ માધુસિંહ પરમાર અને સંતાનો સહિતના પરિવારજનો ઘરમાં સુતા હતા, તેવામાં અડધી રાતે માધુસિંહના મનનો પત્ની પ્રત્યેનો વહેમ ખૂબ જ ઉગ્ર બન્યો હતો અને ઘરમાં પડેલી કુહાડી જેવું તીક્ષ્ણ હથિયાર લઈ ઘરમાં ખાટલામાં સુતેલી પત્નીના માથામાં ઘા જીકી પત્ની ઇન્દુ બેનને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ માધુસિંહ ફરાર થઈ ગયા હતા.

આ ઘટનામાં ઘરના સંતાનો જાગી જતા આસપાસના સગા-સબંધીઓને સમગ્ર ઘટનાની જાણ કરીને સાઠંબા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા સાઠંબા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહનું પંચનામું કરી મૃતદેહને પીએમ અર્થે મોકલી મૃતકના જેઠની ફરિયાદના આધારે હત્યારા પતિ માધુસિંહ સામે હત્યાનો ગુન્હો નોંધી હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો