aravalli-stones-throwing-on-luxury-bus-in-arvalli-one-injured
  • Home
  • Featured
  • મોડાસામાં જાનૈયાઓ શૌચ કરવા લક્ઝરીમાંથી નીચે ઉતર્યા, અને પછી જે થયું…

મોડાસામાં જાનૈયાઓ શૌચ કરવા લક્ઝરીમાંથી નીચે ઉતર્યા, અને પછી જે થયું…

 | 12:46 pm IST

અરવલ્લીમાં મોડાસાના રાણાસૈયદ બાયપાસ રોડ પાસે મુસાફરો અને સ્થાનિકો વચ્ચે મારામારીની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં રાજસ્થાનની ખાનગી બસના મુસાફરો શૌચક્રિયા કરવા નીચે ઉતર્યા હતા, ત્યારે સ્થાનિક લોકોએ ના પાડતા બન્ને પક્ષો સામસામે આવી ગયા હતા. જાનૈયાઓ અને સ્થાનિક લોકો વચ્ચે મારામારીના દ્રશ્યોમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.

આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે, રાજસ્થાનની ખાનગી બસમાં જાનૈયાઓ ભરેલા હતા, જેથી તેઓ લઘુશંકા કરવા માટે આખી જાન લકઝરીમાંથી નીચે ઉતરી હતી, ત્યારે સ્થાનિક લોકોએ ના પાડતા મામલો બિચક્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ બસ અને જાનૈયાઓ પર પથ્થરમારો કરી બસના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટનાની જાણ થતાં મોડાસા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, રાજસ્થાનની બસમાં જે જાનૈયા હતા, તે દારૂના નશામાં હોવાનું કહેવાય છે, જ્યારે તેમણે એક સ્થાનિક ચાની લારીવાળાને પણ માર માર્યો હતો. પથ્થરમારા બાદ પોલીસ પ્રોટેક્શનમાં બસ લઈ જવાઈ હતી. હાલ સ્થાનિક પોલીસે બન્ને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.