arbaaz-khan-i-tried-for-21-years-but-couldnt-succeed
  • Home
  • Entertainment
  • Bollywood
  • મલાઈકા સાથેના સંબંધો પર અરબાઝ ખાનનું દર્દ છલકાયુ, કહ્યુ કે…

મલાઈકા સાથેના સંબંધો પર અરબાઝ ખાનનું દર્દ છલકાયુ, કહ્યુ કે…

 | 5:56 pm IST

બોલીવુડના મશહુર એક્ટર અને ડાયરેક્ટર અરબાઝ ખાન અને એક્ટ્રેસ મલાઈકા અરોરાએ ગયા વર્ષે એકબીજા સાથે તલાક લીધા હતી. અરબાઝ અને મલાઈકા સાથે અલગ થવાના સમાચારો સાથે સાથે મલાઈકા પોતાનાથી નાની ઉમરનો એક્ટર અર્જુન કપૂર સાથે અફેર ચાલી રહ્યુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અર્જુન અને મલાઈકાની રિલેશનશિપને લઈને પતિ અરબાઝ ખાને તલાકનો નિર્ણય લીધો હતો.

એક ઈન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન અરબાઝ ખાને મલાઈકા સાથે અલગ થવા પર દર્દ વ્યક્ત કર્યુ હતુ. કેટલાક ખુલાસાઓ કર્યા હતા.પરફેક્શન એક એવી ચીઝ છે જેને આપણે હંમેશા મેળવવા ઈચ્છીએ છીએ મલાઈકાથી અલગ થયા બાદ અરબાઝે હવે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

અરબાઝે કહ્યુ કે લોકો એક્જસમેન્ટ અને કોમ્પ્રોમાઈઝની સાથે ઘણી વસ્તુઓ તેમની જિંદગીમાં લાવે છે. પછી તે રિલેશનશિપ હોય કે લગ્ન, આપણને એ વિશ્વાલ હોવો જોઈએ કે આપણે કોઈ પણ સંબંધને નિભાવી શકીશુ. પણ માણસ હંમેશા કંઈક વધારાની આશામાં જ રહે છે. જે મળે છે તેમાં તેને સંતોષ હોતો નથી. મે 21 વર્ષ સુધી પ્રયત્નો કર્યા પણ મને અંતે નિષ્ફતા મળી.

વર્ષ 1998માં અરબાઝ અને મલાઈકા લગ્ન બંધનમાં બંધાયા હતા

વર્ષ 1998માં અરબાઝ અને મલાઈકા લગ્ન કર્યા હતા. વર્ષ 2016માં બંનેએ પોતાના અલગ થવાના સમાચાર આપ્યા હતા. એક રિપોર્ટ અનુસાર અર્જુન કપૂર અને મલાઈકા થોડા સમયમાં જ પોતાનો સન્માન જાહેર કરશે.

રિપાર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે આ જ વર્ષમાં આ લોકો લગ્ન કરશે. કેટલીયે ઈવેન્ટમાં અર્જુન કપૂર અને મલાઈકા એક બીજા સાથે જોવા મળ્યા હતા. અરબાઝ ખાન અને એક્ટ્રેસ મલાઈકા અરોરાને 15 વર્ષનો પુત્ર અરહાન છે.