Arbaaz Khan Spoke About His Relationship With Malaika
  • Home
  • Entertainment
  • Bollywood
  • અર્જુન-મલાઇકાનાં લગ્નની ચર્ચાઓ, અરબાઝે કહ્યું “દરેકને સારી પત્નીની ઇચ્છા હોય છે, પણ…”

અર્જુન-મલાઇકાનાં લગ્નની ચર્ચાઓ, અરબાઝે કહ્યું “દરેકને સારી પત્નીની ઇચ્છા હોય છે, પણ…”

 | 4:00 pm IST

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાની વધારે નજીક આવ્યા છે તે ખબરો અત્યારે ચર્ચામાં છે. મલાઇકાએ જ્યારે ગત વર્ષે અરબાઝ ખાન સાથે તલાક લીધા ત્યારથી તેના અફેરની ચર્ચાઓ છે. તો એવી પણ વાતો હતી જેમાં મલાઇકાનાં અફેરની ચર્ચાઓને લઇને અરબાઝે તેને તલાક આપવાનો નિર્ણય કર્યો હતો.

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં અરબાઝ ખાને કહ્યું કે, “લોકો પોતાની જિંદગી અને કેરિયરને પરફેક્ટ કરવા માટે ઘણા કૉમ્પ્રોમાઇઝ કરે છે. લગ્ન પણ આવુ જ હોય છે. એક સારું કપલ બનવા માટે 2 લોકો ઘણા એડજસ્ટમેંટ અને કૉમ્પ્રોમાઇઝ કરે છે. ચાહે તે ખુશ હોય કે ના હોય. મને ખબર નથી પડતી કે શું આપણે વધારે સારું મેળવવાની ઇચ્છા ના રાખવી જોઇએ? દરેકને એક સારી પત્નીની ઇચ્છા હોય છે અને હું ખુશ છું.”

“મે 21 વર્ષ સુધી મારા સંબંધને બચાવી રાખ્યો, પરંતુ ઠીક છે, દરેક આટલા લાંબા સમય સુધી પોતાના સંબંધને સંભાળી નથી શકતા.” ઉલ્લેખનીય છે કે અત્યારે અરબાઝ ખાન પોતાની વિદેશી ગર્લફ્રેન્ડ જૉર્જિયા એન્ડ્રિયાની સાથે લગ્નની તૈયારીઓ કરી રહ્યો છે.

તો મલાઇકા અને અર્જુન કપૂરનાં લગ્નનાં પણ સમાચાર આવી રહ્યા છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે મલાઇકા અને અર્જુન કપૂર આવતા વર્ષે 2019માં લગ્ન કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી બંને સાથે જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મલાઇકા અર્જુનથી 12 વર્ષ મોટી છે અને તેનો 15 વર્ષનો એક દીકરો પણ છે.