અર્બુદા ધામ ખાતે ગુજરાત આંજણા ચૌધરી સમાજ સ્નેહમિલન યોજાયું  - Sandesh
  • Home
  • Mehsana
  • અર્બુદા ધામ ખાતે ગુજરાત આંજણા ચૌધરી સમાજ સ્નેહમિલન યોજાયું 

અર્બુદા ધામ ખાતે ગુજરાત આંજણા ચૌધરી સમાજ સ્નેહમિલન યોજાયું 

 | 12:47 am IST

। મહેસાણા ।

મહેસાણા જિલ્લામાં અર્બુદા ધામ ગઢા ખાતે આંજણા અર્બુદા ફાઉન્ડેશન ગુજરાત દ્વારા ગુજરાત આંજણા ચૌધરી સમાજ મહાસંમેલન ભારત સરકારના ખાણ અને ખનીજ મંત્રી હરીભાઈ ચૌધરી, રાજયકક્ષાના સિંચાઈ મંત્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. કાર્યક્રમમાં તેત્રીસ જયોત પાઠ સંતો-મહંતોનો મેળાવડો, બ્લડ ડોનેશન કેમ્પ, સમાજની નિઃસહાય પરિવારની દીકરીઓના લગ્ન પ્રસંગે સહાય આપવાનું રજિસ્ટ્રેશન સહિત સમાજમાં વર્ગ-૧ અને વર્ગ-રના નવનિયુકત અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રૂ.૩પ લાખનું વિવિધ દાતાશ્રીઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું. આ તમામ દાતાશ્રીઓનું સન્માન મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ સહિત મહાનુભાવોના હસ્તે ગઢા પીકઅપ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા છેવાડાના માનવીનો ઉત્કર્ષ થાય તે દિશામાં કામ થઈ રહ્યું છે. સમાજનો વિકાસ શિક્ષણ થકી થાય છે. આજે સમાજ શૈક્ષણિક, આર્િથક, રાજકીય અને ધાર્મિક દિશામાં આગળ વધી રહ્યો છે. આ સમાજ ખેતી અને પશુપાલન વ્યવસાય ક્ષેત્રે જોડાયેલો સમાજ છે. સમાજમાં વિવિધ ક્ષેત્રે ક્રાંતિ આવે તે દિશામાં કામ કરવા સુચન કર્યું હતું.

રાજયના રાજયકક્ષાના સિંચાઈ મંત્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા પીવાના અને સિંચાઈના પાણીનો વિવિધ સવલતો મળી રહી છે. પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવા ખાસ અપીલ કરી હતી. સરકારે ખેડૂતોને ખેતરે ખેતર પાણી મળે તે દિશામાં કામ કરી રહી છે. સજુલામ્ સુફલામ્ સહિત વિવિધ યોજનાઓ થકી ખેડૂતોની આવક વધી રહી છે.

આ મહાસંમેલનમાં સાંસદ જયશ્રીબેન પટેલ, પૂર્વમંત્રી શંકરભાઈ ચૌધરી, જાખડ ઋષિ, ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, દિયોદરના ધારાસભ્ય, અખિલ આંજણા સમાજના પ્રમુખ, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.