Photos: સફળતા કદમો ચુમતી હતી ત્યારે અચાનક ફિલ્મોને કહ્યુ અલવિદા, લગ્ન કરી થઇ ઠરીઠામ – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: સફળતા કદમો ચુમતી હતી ત્યારે અચાનક ફિલ્મોને કહ્યુ અલવિદા, લગ્ન કરી થઇ ઠરીઠામ

Photos: સફળતા કદમો ચુમતી હતી ત્યારે અચાનક ફિલ્મોને કહ્યુ અલવિદા, લગ્ન કરી થઇ ઠરીઠામ

 | 6:27 pm IST
  • Share

80 અને 90ના દશકમાં પોતાની ખુબસુરતીથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દેનારી અર્ચના જોગલેકર (archana joglekar) ટીવી અને ફિલ્મોમાં જાણીતી અભિનેત્રી હતી. સફળતા વચ્ચે અચાનક લગ્ન કરી ફિલ્મી દુનિયા છોડનાર આ અભિનેત્રી એક સારી ક્લાસિકલ ડાન્સર પણ રહી ચુકી છે. આ અભિનેત્રીએ ઉડિયા, મરાઠી અને હિન્દી ફિલ્મોમાં શાનદાર કામ કર્યુ.

અર્ચનાની માતા પણ એક કથ્થક ડાન્સર હતી. માતાએ પુત્રીને ખાસ ટ્રેનિંગ આપી. 1963માં અર્ચનાની માતાએ મુંબઇમાં એક ડાન્સ સ્કુલ ખોલી જેનું નામ હતુ અર્ચના નૃત્યાલય. અર્ચનાને ફિલ્મ સંસારથી ઓળખ મળી. મરાઠી ફિલ્મો એકા પેક્ષા અને અનાપેક્ષિતમાં તેના કામની ભરપેટ પ્રશંસા કરવામાં આવી. ટીવી સીરીયલ ચુનૌતી, કર્મભૂમિ, ફૂલવંતી અને કિસ્સા શાંતિકામાં કામ કર્યુ.

સફળતાના શીખર પર હતી ત્યારે લગ્ન કરી અમેરિકા શિફ્ટ થઇ ગઇ. અર્ચનાએ ડાન્સ સ્કુલ શરૂ કરી. અર્ચનાનું કહેવુ હતુ કે ડાન્સ તેના માટે ઓક્સીજન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન