archana puran singh was nervous to kiss anupam kher in film ladaai
  • Home
  • Entertainment
  • Bollywood
  • અર્ચનાએ અનુપમ ખેરને KISS કરવાની પાડી દીધી ના, તકલીફ હતી આ વાતથી!

અર્ચનાએ અનુપમ ખેરને KISS કરવાની પાડી દીધી ના, તકલીફ હતી આ વાતથી!

 | 11:21 am IST

ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’માં મિસ્ટર મલ્હોત્રા અને મિસ બ્રિગેંજાની કેમેસ્ટ્રીએ દર્શકોનું દિલ જીતી લીધું હતું. અર્ચના અને અનુપમે 1989માં આવેલી ફિલ્મ લડાઈમાં એક કિસિંગ સીન હતું એ કિસ્સાને શેર કર્યો હતો. એક ટીવી શોમાં અનુપમ ખેર આવ્યાં હતા અને ત્યાં અર્ચનાએ આ વાતનો ખુલાસો કર્યો હતો.

હતું એવું કે લડાઈ ફિલ્મમાં ડાયરેક્ટરની એવી ઈચ્છા હતી કે અનુપમ અને અર્ચનાં વચ્ચે કિસિંગ સીન રાખવું છે. તો જ્યારે અર્ચનાને ખબર પડી તો એ ગભરાઈ ગઈ અને તરત જ ડાયરેક્ટરને ફોન કરીને કહ્યું કે મે ક્યારેય આવી રીતે ઓન સ્ક્રીન કિસ નથી કરી તો આ સિન હટાવી દો. હું નહીં કરી શકું. પછી એવું શું થયું કે ડાયરેક્ટરે એ કિસિંગ વાળું આખું સિન જ હટાવી દીધું કે જેનાં વિશે હું પણ નથી જાણતી.

તો આ તરફ અનુપમને પુછવામાં આવ્યું કે કિરણ ખેર સાથે લગ્ન કર્યા પછી એને કિસ કરવામાં તો બીક નહોતી લાગી ને. તો એના પર અનુપમે જવાબ આપ્યો કે ના મને બીક નહોતી લાગી. પરંતુ એ સમયે કિસિંગ સિન કરવામાં અર્ચનાં અસહજ હતી એટલે મે ડાયરેક્ટરને કહીને આખુ સિન જ હટાવી દીધું હતું. આ વાત સાંભળતા જ અર્ચનાં અનુપમ પ્રત્યે પ્રભાવિત થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન