NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • તીરંદાજી વર્લ્ડ કપ : ભારતીય કમ્પાઉન્ડ પુરુષ ટીમ ફાઇનલમાં

તીરંદાજી વર્લ્ડ કપ : ભારતીય કમ્પાઉન્ડ પુરુષ ટીમ ફાઇનલમાં

 | 2:36 am IST

શાંઘાઈ, તા. ૧૯

ભારતીય પુરુષ તીરંદાજોએ શાનદાર પ્રદર્શન કરતાં તીરંદાજી વર્લ્ડ કપના કમ્પાઉન્ડ ટીમ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. શાંઘાઈમાં યોજાઈ રહેલા વર્લ્ડ કપમાં ભારતીય પુરુષોની કમ્પાઉન્ડ ટીમે સેમિફાઇનલમાં અમેરિકાને ૨૩૦ના મુકાબલે ૨૩૨ પોઇન્ટનો સ્કોર કરી જીત મેળવી હતી. ભારતીય ટીમમાં અભિષેક વર્મા, ચિન્ના રાજુ શ્રીથર અને અમનજિતસિંહે સારો દેખાવ કર્યો હતો. શનિવારે યોજાનાર ફાઇનલમાં ભારતનો સામનો ૧૦મી ક્રમાંકિત કોલંબિયાની ટીમ સામે થશે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ઇરાનને પણ આ જ અંતરથી પરાજય આપ્યો હતો.

ભારતીય મિક્સ ટીમનો સેમિમાં પરાજય  

કમ્પાઉન્ડ મિક્સ ટીમમાં ભારતનો કોરિયા સામે સેમિફાઇનલમાં પરાજય થયો હતો આથી ટીમને હવે બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડી શકે તેમ છે. કમ્પાઉન્ડ મિક્સ ટીમ સેમિફાઇનલમાં અભિષેક વર્મા અને જ્યોતિ સુરેખા વન્નમની ભારતીય જોડીને ૧૫૨-૧૫૮ના સ્કોરથી હાર આપી હતી. બ્રોન્ઝ મેડલ માટે ભારત અને અમેરિકાનો સામનો શનિવાર થશે.

દીપિકા અને અતાનુ પાસે મેડલની આશા 

મહિલા તીરંદાજ દીપિકાકુમારી ઇન્ડિવિઝયુઅલ રિકર્વના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે જ્યાં તેણીનો સામનો ભારતની જ પ્રીતિ સામે થશે. પુરુષ વિભાગના ઇન્ડિવિઝયુઅલ રિકર્વમાં અતાનુ દાસે પણ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. આગામી રાઉન્ડમાં અતાનુ દાસનો સામનો તુર્કીના એર્ડાલ મેરિક ડાલ સામે થશે. આ ઉપરાંત અન્ય છ ભારતીય તીરંદાજ વ્યક્તિગત સ્પર્ધાના રાઉન્ડ જીતી ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. જેમાં ૧૫ વર્ષીય દિવ્યા ધયાલ પણ સામેલ છે.

;