Business, Company are CEOs becoming more unethical
  • Home
  • Business
  • કંપનીના CEOમાં વધી રહી છે મહિલાઓને લઈને આવી હરકતો!

કંપનીના CEOમાં વધી રહી છે મહિલાઓને લઈને આવી હરકતો!

 | 11:47 am IST

કંપનીમાં ભારે દબદબો ઉચ્ચ પદ પર રહેલા અધિકારીઓ સત્તા અને સંપત્તિના કારણે ક્યારેક ક્યારેક પોતાની નૈતિક જવાબદારીઓ અને સંયમને ગુમાવી અનૈતિક રસ્તાઓ પર ચાલી પડતા હોય છે. આ કારણે તેમણે કમાયેલી પ્રતિષ્ઠા માન મોભો એક ક્ષણમાં ઉતરી જતો હોય છે. આપણે ત્યાં મોટી મોટી કંપનીઓમાં આવા કિસ્સાઓ સામે આવતા જ રહે છે જેમાં તેના ઉચ્ચ અધિકારીએ પોતાની નૈતિકતા ગુમાવી દીધી હોય અને હોડ પર તેમની કેરિયર લાગી હોય.

કંપનીને જ્યારે આ સંદર્ભે માહિતી મળે ત્યારે કંપનીએ આવા અધિકારીઓને હટાવવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.
2018માં અનૈતિક કૌભાંડમાં પદ પરથી હટાવી દેવામાં આવેલ ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર્સની સંખ્યા સૌથી વધારે રહી. CEO પરફોર્મન્સના આધારે પીડબલ્યુસીના રિપોર્ટ અનુસાર આ તથ્ય સામે આવ્યુ છે. ગયા વર્ષે કેટલાક સીઇઓનો કાર્યકાળ ઘટાડી દેવામાં આવ્યો અને આવા અધિકારીઓની સંખ્યા વર્ષ 2000 બાદ સૌથી વધારે રહી હતી.

નૈતિક રૂપથી ભ્રષ્ટ?

2018માં ઓફિસની બહારનો રસ્તો બતાવી દીધો હોય તેવા સીઈઓની સંખ્યા આ સદીમાં સૌથી વધારે રહી છે. 2008માં 5.1 ટકા સીઇઓની ઓફિસમાંથી હકાલપટ્ટી થઈ હતી. જો કે 2009 પછી 10 વર્ષમાં ગયા વર્ષે જે સીઈઓને પદભ્રષ્ટ કરાયા તેમની સંખ્યા વધારે રહી. સૌથી મહત્વની વાત એ રહી કે આ તમામ CEO નાણાંકીય ગરબડ કે કૌભાંડના મામલે નહી પણ નૈતિક આધારે પદ પરથી હટાવાયા હતા.

વધી રહ્યા છે અનૈતિક્તાના કિસ્સાઓ

2007થી 2016 વચ્ચે કેટલાક મામલાઓ સામે આવ્યા ત્યારે સામે આવ્યુ કે નૈતિક્તાનો સતત ઘ્વંસ થઈ રહ્યો છે. આ દરમિયાન અનૈતિક આચરણના કારણે CEOની સંખ્યામાં 36 ટકાનો વધારો થયો છે. 2007થી 2011 વચ્ચે 3.9%ના કિસ્સાઓમાં 2012થી 2016ની વચ્ચે વધીને 5.3% સુધી પહોંચ્યો હતો.

આ આરોપોમાં થઈ છુટ્ટી

જે CEO પર આવા આરોપ લાગ્યા છે તેમાં ઘુસણખોરી, ઈનસાઈડર ટ્રેડિંગ, પર્યાવરણ પ્રતિકૂળ નિર્ણય લેવા, વધારી વધારીને ખરચા દર્શાવવા જેવા ખરાબ વહેવારના કારણે સામે આવ્યા છે. તેમાં મહિલાઓ સાથે ખાસ ભેદભાવ વાળુ વલણ કે અનૈેતિક કિસ્સાઓ સામે રહ્યા છે. 

ઘટી રહ્યો છે કાર્યકાળ

છેલ્લા 19 વર્ષમાં CEOનો સરેરાશ કાર્યકાળ 37.5 ટકા ઘટ્યો છે. વર્ષ 2000માં CEOનો સરેરાશ કાર્યકાળ 8 વર્ષથી વધારે થઈ જતો હતો જે 2018થી ઘટીને પાંચ વર્ષ થયો છે. આનું પરિણામ એ આવ્યુ કે 2018માં CEOને સૌથી વધારે ઘરનો રસ્તો બતાવી દેવામાં આવ્યો.

એક તથ્ય આ પણ છે

એક તથ્ય એ પણ છે કે જો કોઈ CEO કોઈ કંપનીમાં 5 વર્ષ કે તેનાથી વધારે કાર્યકાળ પુરો કરી લે છે તો તેને તે પડ પરથી હટાવવાની આશંકા ઘટતી જાય છે. આંકડાઓ દર્શાવે છે કે કોઈ CEOનો કાર્યકાળ 20 વર્ષ પુરા થતા તેને હટાવવાની શક્યતા 53% ઓછી થઈ જાય છે.

આની પાછળ કેટલાક ખાસ કારણ છે. જેમાં શેરહોલ્ડર્સ રિટર્નનો પણ સમાવેશ થાય છે. સાથે તે કંપનીના બોર્ડ ચેરમેન પદનો દાવેદાર થઈ જાય છે જેના પછી તેને કોઈ પદભ્રષ્ટ ન કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન