do it on saturday of shravan, poverty will go away
  • Home
  • Astrology
  • શનિથી પીડાઓ છો? જો કોઈ આરો ન મળતો હોય તો શ્રાવણ માસના શનિવારે કરો આ ટૂચકો

શનિથી પીડાઓ છો? જો કોઈ આરો ન મળતો હોય તો શ્રાવણ માસના શનિવારે કરો આ ટૂચકો

 | 2:52 pm IST

ગ્રહોમાં શનિ એક એવો ગ્રહ છે કે તેની દ્રષ્ટિ ભારે ખરાબ છે. તેમાંયે જો તે વક્ર દ્રષ્ટિ કરે તો ભલભલાને ધોળે દિવસે તારા દેખાડી દે છે. જો કુંડળીમાં શનિની પનોતી ચાલતી હોય કે શનિનું છત્ર ભ્રમણ હોય કે પછી શનિ કોઈપણ રીતે દૂષિત ફળ આપતો હોય અને તમે તેના તાપથી સહન થાય તે હદે પીડાતા હોય તો શ્રાવણ માસનો શનિવાર એ ઉત્તમ યોગ છે. આ દિવસે આ ટૂચકો કરવાથી તમે શનિના દૂષ્પ્રભાવમાંથી મુક્ત થઈ જશો.

આ ઉપાય માટે એક કાળુ ચોરસ કપડું લેવું જે ચોરસ હોય તેના પર ચાર બદામ, એક લવિંગ, એક એલચી રાખવી, પછી આ બધી જ વસ્તુ શનિવારે હનુમાન મંદિરમાં લઈ જવી. ત્યાં જઈ આ વસ્તુઓ હાથમાં રાખી 2 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને ત્યારબાદ જીવનની તમામ સમસ્યાઓનું વર્ણન ભગવાન સમક્ષ કરી તેમાંથી મુક્તિની પ્રાર્થના કરવી. પોટલીમાંથી 2 બદામ પોતાની પાસે રાખી બાકીની વસ્તુઓની પોટલીવાળી ઘરે લાવવી અને દક્ષિણ દિશામાં અંધારું રહેતું હોય ત્યાં તેને દાટી દેવી. ત્યાર બાદ વર્ષાન્તે આવતાં શનિવારે તે પોટલી કાઢી અને પાણીમાં વહાવી દેવી. આ ઉપાય કરવાની શનિપીડામાંથી મુક્તિ મળી જશે.

શનિ નવગ્રહોમાં વિશેષ સ્થાન ધરાવે છે. કારણ કે તેમને ન્યાયાધીશનું સ્થાન પ્રાપ્ત છે. શનિદેવ જ બધાને સારા-ખરાબ કર્મોનું ફળ આપે છે. જે કોઈ વ્યક્તિએ જાણતાં કે અજાણતા દુષ્કર્મ કર્યા હોય તો શનિદેવ તેને તેના કર્મનું ફળ અવશ્ય આપે છે. એટલે જ શનિદેવને ક્રૂર ગ્રહ પણ કહેવામાં આવે છે. પરંતુ આ શનિદેવ શિવજીના પરમ ભક્ત હતા. તેથી જ આજે એવા ઉપાય વિશે તમને જાણકારી આપવામાં આવી છે જેને શ્રાવણ માસમાં કરવાથી અવશ્ય લાભ થાય છે અને શનિનો પ્રકોપ પણ શાંત થાય છે.