are Kim Kardashian and Pete Davidson dating
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • કીમ કાર્દિશિયન અને પેટે ડેવિડ્સન ડેટ કરી રહ્યાં છે?

કીમ કાર્દિશિયન અને પેટે ડેવિડ્સન ડેટ કરી રહ્યાં છે?

 | 4:48 am IST
  • Share

  • શું કાર્દિશિયન  અને પેટે ડેવિડ્સન ડેટ કરી રહ્યાં છે?

  • કિમ 41 વર્ષની છે જ્યારે પેટે 28 વર્ષનો છે

  • પેટે કિમને હસાવવાનો એક પણ મોકો નથી છોડતો

 

 

કીમ કાર્દિશિયન અને પેટે ડેવિડ્સન એક શૉમાં એકબીજાંને મળ્યાં ત્યારથી એકબીજા માટે સોફ્ટ કોર્નર ધરાવતાં હોવાની વાત મીડિયાએ અનેક પ્રસંગે નોંધી છે. જોકે આ બંને હજી સુધી આ વિશે ખૂલીને કશું બોલ્યાં નહોતાં, પણ તાજેતરમાં જ કીમે આ વાત સ્વીકારી છે. બંને એક પ્રસંગે હાથમાં હાથ નાખીને સાથે આવ્યાં ત્યારે કીમના ચહેરા ઉપરની રોનક ઘણી વાતની ચાડી ખાતી હતી. કીમે ધીમે ધીમે પેટે સાથેના પોતાના સંબંધની કબૂલાત કરવાનું શરૂ કર્યું છે. તેના મિત્રો પાસે તેણે ઘણી વાર એવું ઉચ્ચારણ કર્યું છે કે પેટે મારી સાથે હોય છે ત્યારે હું કંઈક અલગ અને ખુશમિજાજમાં હોઉં છું. મને તેની સાથે મજા આવે છે.

પેટેની સેન્સ ઓફ હ્યુમર કિમને ઘણી જ પસંદ છે

અત્રે ઉલ્લેખનીય છે કે કિમ 41 વર્ષની છે જ્યારે પેટે 28 વર્ષનો છે. પેટે પણ કિમને પસંદ કરે છે. તેની સેન્સ ઓફ હ્યુમર કિમને ઘણી જ પસંદ આવે છે. વળી, પેટે કિમને હસાવવાનો એક પણ મોકો નથી છોડતો. કિમની નજીકના લોકોનું કહેવું છે કે પેટે તેની સાથે હોય ત્યારે તેના ચહેરાની રોનક અને ચમક અલગ જ હોય છે. તેને અમે કદી કોઇની સાથે આટલી ખુશ કે હસતી નથી જોઈ. કિમને આટલી ખુશ રાખવાનું કામ પેટે બખૂબી કરી જાણે છે. જોઇએ આ બંનેના સંબંધ કેટલા ચાલે છે, પણ હાલ બંને વચ્ચે ઉંમરનો તફાવત બાધારૂપ નથી એ હકીકત છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો