Argentina : PM Modi Greeted with Racist Apu Meme on Arrival at G20 Summit
  • Home
  • Featured
  • આર્જેન્ટિનામાં G-20માં ભાગ લેવા ગયેલા PM મોદીનું હળહળતું અપમાન

આર્જેન્ટિનામાં G-20માં ભાગ લેવા ગયેલા PM મોદીનું હળહળતું અપમાન

 | 10:07 am IST

ગુરુવારે વડા પ્રધાન મોદી આર્જેન્ટિનાનાં બ્યૂનસ આયર્સ ખાતે જી-20 સમિટમાં ભાગ લેવા પહોંચ્યા ત્યારે આર્જેન્ટિનાની એક ન્યૂઝ ચેનલે મોદીનાં આગમનની સરખામણી જાણીતી કાર્ટૂન સિરીઝ સિમ્પ્સનના ભારતીય મૂળનાં પાત્ર અપુ સાથે કરતાં વંશીય ટિપ્પણીનો વિવાદ સર્જાયો હતો.

ક્રોનિકા ટીવી દ્વારા પીએમ મોદીનું વિમાન જી-20ની સમિટ માટે લેન્ડ કરી રહ્યું હતું તેના ફૂટેજની સાથે અપુના ફૂટેજ મુકાયા હતા અને નીચે લખવામાં આવ્યું હતું કે, અપુ આવી રહ્યો છે, ચેનલે આ સમાચારનાં પ્રસારણ વખતે પૃાદ્ભૂમાં જાણીતી ફિલ્મ સ્લમડોગ મિલિયોનરનું ગીત રિંગ રિંગ રિંગા વગાડયું હતું.

અપુનાં પાત્ર દ્વારા વંશીય ભેદભાવ કરાતો હોવાનો સતત આરોપ મુકાઈ રહ્યો છે. કોમેડિયન હરિ કોન્ડાબોલુએ અપુનાં પાત્ર દ્વારા દક્ષિણ એશિયનોની મજાક કરાતી હોવાનો આરોપ મૂક્યો છે. તેમણે આ માટે એક દસ્તાવેજી ફિલ્મ ધ પ્રોબ્લેમ વિથ અપુ પણ બનાવી છે.

આ દસ્તાવેજી ફિલ્મમાં કોન્ડાબોલુએ દક્ષિણ એશિયાના કલાકારોના અમેરિકી કલ્ચરમાં દક્ષિણ એશિયનો અંગે શું મંતવ્યો છે તેની જાણકારી આપી છે. પીએમ મોદીનાં આગમન સમયે જારી થયેલાં પ્રસારણ પર સૌથી પહેલાં તેમણે જ પ્રત્યાઘાત આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે, આ સાચું હોઈ શકે નહીં? ખરું ને? ત્યારબાદ સોશિયલ મીડિયા પર આર્જેન્ટિનાના મીડિયાની આકરી ટીકા શરૂ થઈ ગઈ હતી.