Argentinian Politician Resigns After Kissing Breasts Of His Girlfriend During Online Parliament Session
  • Home
  • Featured
  • Live સંસદમાં સાંસદે પ્રેમિકાને ખોળામાં બેસાડી પ્રાઈવેટ પાર્ટ પર કર્યું તસતસતુ ચુંબન : Video

Live સંસદમાં સાંસદે પ્રેમિકાને ખોળામાં બેસાડી પ્રાઈવેટ પાર્ટ પર કર્યું તસતસતુ ચુંબન : Video

 | 11:29 pm IST

કોરોના વાયરસના કારણે દુનિયમાં ઓનલાઈન મીટિગનું ચલણ વધી રહ્યું છે. સાથે જ કેમેરા સામે જ આમત્તિજનક ઘટનાઓની સંખ્યા પણ વધી રહી છે. તાજેતરમાં જ આર્જેન્ટિનાના એક સાંસદ ઓનલાઈન સંસદીય ડિબેટ દરમિયાન પોતાની પ્રેમિકા સાથે અભદ્ર ચેનચાળા કરતા ઝડપાઈ ગયા હતાં.

આર્જેન્ટિનાના એક સાંસદ તેમની પ્રેમિકાના પ્રાઈવેટ પાર્ટ પર ચુંબન કરતા નજરે પડ્યા હતાં. આ ઘટનાનું સરકાર દ્બારા યુટ્યુબ ચેનલ સાથે મહામારી દરમિયાન વર્ચ્યુઅલ ડિબેટ માટે સ્થાપિત સંસદની વિશાળ સ્ક્રિન પર પણ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.

સાંસદને પાણીચું પકડાવવામાં આવ્યું

ધ ગાર્ડિયનના અહેવાલ પ્રમાણે આર્જેંટિનાના આ સાંસદનું નામ જુઆન એમિલિયો અમેરી છે. જે રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાંડિઝની પાર્ટી પેરોનિસ્ટ પાર્ટીના નેતા છે. અમેરી આર્જેંટિનાના સાલ્ટાના ઉત્તર પ્રાંતના એક પ્રતિનિધિ છે. પ્રેમિકા સાથે લાઈવ કેમેરામાં કરવામાં આવેલી હરકત પર વિવાદ વધતો જોઈ સંસદના નિચલા સદને એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું ક એ, આ ઘટના માટે સંબંધિત સાંસદનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. અમે આ પ્રકારની બિન જવાબદાર વર્તનની મંજુરી ના આપી શકીએ.

લાઈવ સંસદ સત્રમાં ચુમ્યા પ્રેમિકાના પ્રાઈવેટ પાર્ટ

અહેવાલ અનુંસાર આ ઘટના ઘટી ત્યારે સંસદના નિચલા સદનની ઓનલાઈન બેઠકમાં પેંશન ફંડ રોકાણને લઈને ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન જ સાંસદ જુઆન એમિલિયો અમેરીના ખોળામાં તેમની પ્રેમિકા બેઠી હતી. ઓનલાઈને કેમેરા સામે જ સાંસદે પોતાની પ્રેમિકાનું કાળા રંગનું ટોપ ઉંચુ કરી લીધું હતું અને તેના પ્રાઈવેટ પાર્ટને જોતા જ તેના પર તસતસતુ ચુંબન કરી બેઠા હતાં.

સાંસદે ઈંટરનેટ પર ઠીકરૂ ફોડ્યું

કેમેરા સામે જ ઝડપાઈ ગય્યેલા સાંસદે દાવો કર્યો છે કે, આ ઘટના ઘટી ત્યારે તેઓ ઓફલાઈન હતાં. આ આખી ઘટના ઈંટરનેટના ખરાબ કનેક્શનના કારણે ઘટી. પોતાના સ્પષ્ટિકરણમાં તેમણે કહ્યું હતું કે, તેમની પ્રેમિકાની તાજેતરમાં જ બ્રેસ્ટ સર્જરી થઈ હતી. જ્યારે મેં તેના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે મને લાગ્યું કે મીટિંગ પુરી થઈ ગઈ છે અને કેમેરો પણ બંધ છે. ત્યાર બાદ મેં પ્રેમિકાના બ્રેસ્ટ પર કરવામાં આવેલી સર્જરીની જગ્યાએ તપાસ કરી હતી. આ દરમિયાન મેં સર્જરી વાળી જગ્યાએ ચુંબન કર્યું હ્તું.

સત્તાપક્ષના સાંસદની ઘટનાને લઈને ચારેકોરથી ઘેરાઈ સરકાર

આ આખી ઘટના આર્જેંટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાંડિઝની પેરિનિસ્ટ પાર્ટીના નેતા સાથે જોડાયેલી છે. માતે જોત જોતામાં નેતાજીની આ વીડિયો ક્લિપ વાયરલ થઈ ગઈ છે. સરકારે પોતાની છ્બી ખરડાવવાથી બચવા તત્કાળ જ સાંસદ જુઆન એમિલિયોનું રાજીનામું લઈ લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન