Argument Between Congress Leaders in review Meeting on Lok Sabha
  • Home
  • Videos
  • Featured Videos
  • સજ્જડ પરાજય બાદ અકળાયેલા કોંગ્રેસના નેતાઓ જાહેરમાં જ બાખડ્યાં, જુઓ વીડિયો

સજ્જડ પરાજય બાદ અકળાયેલા કોંગ્રેસના નેતાઓ જાહેરમાં જ બાખડ્યાં, જુઓ વીડિયો

 | 10:16 pm IST

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસને મળેલી ધોબી પછાડ બાદ પાર્ટીમાં સર્જાયેલા વિવાદના વમળ શાંત થવાના બદલે વધારે વેગીલા બની રહ્યાં છે. હારને લઈને અકળાયેલા કોંગી તેવાઓ જાહેરમાં સિસ્ત ભંગ કરી રહ્યાં છે. મંગળવારે કોંગ્રેસે એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કોંગ્રેસના ટોચના નેતૃત્વ દ્વારા યોજાયેલી આ બેઠકમાં ઉત્તર પ્રદેશમાં પાર્ટીને મળેલી સજ્જડ હારની સમીક્ષા થવાની હતી.

આ દરમિયાન પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક કોંગ્રેસી નેતાઓ વચ્ચે હૂંસાતૂંસી થઈ ગઈ. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નેતાઓ વચ્ચેની ઉગ્ર દલીલે ખુબ મોટું સ્વરૂપ લીધુ અને ત્યારબાદ ધક્કામુક્કી પણ થઈ. કહેવાય છેકે કોંગ્રેસના નેતાઓ સમીક્ષા બેઠક માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં પરંતુ બેઠક શરૂ થવામાં ખુબ વાર લાગી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન