Ariana Grande Wins Her First Grammy Award
  • Home
  • Entertainment
  • જે ગાયિકાએ કર્યો હતો બહિષ્કાર તેને જ મળ્યો મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો એવૉર્ડ

જે ગાયિકાએ કર્યો હતો બહિષ્કાર તેને જ મળ્યો મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો એવૉર્ડ

 | 2:37 pm IST

61માં Grammy Awardsનું આયોજન 11 ફેબ્રુઆરી 2019નાં રોજ કરવામાં આવ્યું. ગ્રેમી એવૉર્ડ્સને મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો એવૉર્ડ માનવામાં આવે છે. ગ્રેમીમાં ‘ધિસ ઇઝ ધ અમેરિકા’ સૉન્ગને ‘સૉન્ગ ઑફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. એલીસિયા કીઝે આ એવૉર્ડ સમારોહને હૉસ્ટ કર્યો હતો અને એવૉર્ડની રજૂઆત ધ રેકૉર્ડિંગ એકેડમી તરફથી કરવામાં આવી હતી. લેડી ગાગાનાં સૉન્ગ ‘વેર ડૂ યૂ થિંક યૂ આર ગોઇ્ંગ’ને બેસ્ટ પૉપ સૉલો પરફૉર્મન્સની કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યું છે. લેડી ગાગાને 3 ટ્રૉફી મળી છે.

61માં ગ્રેમી એવૉર્ડનો બહિષ્કાર કરનારી અમેરિકી ગાયિકા એરિયાના ગ્રેંડે પોતાનો પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. રવિવારનાં રોજ 2019 ગ્રેમી એવૉર્ડનાં કેટલાક કલાક પહેલા રેકૉર્ડિંગ અકેડેમીએ જાહેરાત કરી કે ગાયિકાએ ‘સ્વીટનર’નાં માટે સર્વશ્રેષ્ઠ પૉપ વોકલ એલ્બમનો એવોર્ડ જીત્યો છે. ગ્રુપે શૉથી પહેલા ઘણા વિજેતાઓનાં નામનો ખુલાસો કર્યો હતો. ગ્રેંડ પહેલા ગ્રેમીમાં પરફૉર્મન્સ આપવાની હતી, પરંતુ પોતાની સેટ લિસ્ટને લઇને ગ્રેમી નિર્માતાઓથી મતભેદનું કારણ આપીને તેણે આ એવૉર્ડમાં સામેલ થવાની ના કહી દીધી હતી.

ગ્રેમી એવૉર્ડ જીત્યા બાદ તેણે ગ્રેંડે ટ્વિટ કરીને કહ્યું કે, “હું જાણું છું કે આજે રાત્રે હું ત્યાં નથી.’ ગ્રેંડે કહ્યું કે, ‘વિશ્વાસ કરો. મે પ્રયત્ન કર્યો હતો અને હજુ પણ ઇચ્છતી હતી કે કાશ આ બધુ ઠીક જાય, પરંતુ આ બધુ સારું અને સુંદર છે.” ત્યારબાદ એરિયાના ગ્રેંડે સૌને ધન્યવાદ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન