karan johar commented on katrina kaif mexico beach photo
  • Home
  • Entertainment
  • Bollywood
  • કેટરિનાને સફેદ ડ્રેસમાં બીચ પર જોઈ કરણ જોહર હતો એવો દેખાઈ ગયો, જુઓ શું કહી દીધું

કેટરિનાને સફેદ ડ્રેસમાં બીચ પર જોઈ કરણ જોહર હતો એવો દેખાઈ ગયો, જુઓ શું કહી દીધું

 | 2:48 pm IST

પોતાની એક્ટિંગ અને ડાન્સથી બોલિવૂડમાં એક અલગ ઓળખાણ ઉભી કરનારી અભિનેત્રી કેટરિના કૈફે હાલમાં જ પોતાનો 36મો જન્મ દિવસ ઉજવ્યો. ફેન્સ તેમજ બોલિવૂડનાં સિતારાઓએ પણ કેટરિનાને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. હાલ કેટરિના કૈફ મેક્સિકોમાં વેકેશન માણી રહી છે.

કેટરિના કૈફ પોતાનાં વેકેશનની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયામાં શેર કરતી જોવા મળે છે. પરંતુ હાલમાં જ કેટરિનાએ એક ફોટો શેર કર્યો કે જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. સફેદ કલરનાં ડ્રેસમાં તે ખુબ સુંદર લાગી રહી છે તે જે તમે જોઈ શકો છો. તેનો આ ફોટો બીચનો છે.

View this post on Instagram

🎂+ 🇲🇽 =💛

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરિનાએ આ ફોટો અપલોડ કરીને લખ્યું કે, બર્થ-ડે પ્લેસ મેક્સિકો અને પ્રેમ. હવે આ ફોટો પર ફેન્સે તેમજ સેલેબ્સે પણ કોમેન્ટ કરી છે એવામાં કરણ જોહરની કોમેન્ટ ભારે ચર્ચામાં છે. અર્જુન કપૂરે પણ એ ફોટો પર કોમેન્ટ કરી છે.

એક્ટર અર્જુન કપૂરે કોમેન્ટ કરી કે તું સ્પેશિયલ ફોટોશુટ કરવા માટે જ ગઈ છે. અર્જુન કપૂર સિવાય જો વાત કરીએ કરણ જોહરની તો તેણે કોમેન્ટ કરી કે, હેપ્પી બર્થ-ડે, હું મારો આખો દિવસ તારો ફોટો લાઈક કરીને પસાર કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન