Arjun Kapoor and Malaika Arora Spot On Dinner Date
  • Home
  • Featured
  • Photos: ડિનર ડેટ પર અર્જુન સાથે જોવા મળી મલાઇકા, જોઇ લો આ સુંદર તસવીરો

Photos: ડિનર ડેટ પર અર્જુન સાથે જોવા મળી મલાઇકા, જોઇ લો આ સુંદર તસવીરો

 | 1:56 pm IST

અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનો રિલેશન ચર્ચામાં છે. અવાર-નવાર તેઓ એક સાથે જોવા મળતા હોય છે. ઘણા વર્ષોથી પોતાના સંબંધને છૂપાવીને રાખનારું આ કપલ હવે ખુલીને સામે આવી રહ્યું છે. આવામાં એ કહેવું ખોટું નહીં હોય કે તેઓ પોતાના સંબંધને જાહેર કરવાની તૈયારીમાં છે. 2019માં તેમના લગ્ન થવાની અટકળો છે. મંગળવારે બંને ડિનર ડેટ પર ગયા હતા. આ દરમિયાન તેઓ કેમેરામાં કેદ થઈ ગયા હતા.

આ રેસ્ટોરન્ટમાં અર્જુનનો નજીકનો દોસ્ત વરૂણ ધવન પણ પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે સ્પૉટ થયો હતો. અર્જુન કપૂર મલાઇકાને મીડિયા કેમેરાથી બચાવતો જોવા મળ્યો હતો. અર્જુને જેન્ટલમેનની જેમ મલાઇકાને ગાડી સુધી છોડી હતી. વ્હાઇટ ટૉપ અને બ્લૂ ડેનિમમાં મલાઇકા સ્ટનિંગ લાગી રહી હતી. તો અર્જુન કપૂર કૈઝુઅલ લૂકમાં જોવા મળ્યો હતો. આ સંબંધને લઇને અર્જુન અને મલાઇકા તરફથી કોઇ જ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ તેમની તસવીરો બધું જ કહી દે છે.

View this post on Instagram

Arjun with gf Malaika #arjunkapoor #malaikaarorakhan #arbaazkhan

A post shared by Bollywood songs (@bollywood_tellywoodfanatic) on

આ પહેલા ‘ઇન્ડિયાઝ ગૉટ ટેલેન્ટ’માં અર્જુન અને મલાઇકા કેટલા નજીક છે તે જોવા મળ્યું હતુ. બંને જ્યારે સ્ટેજ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે એક-બીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા. બંનેએ સાથે ડાન્સ કર્યો હતો. આ પહેલા તેમને લેક્મે ફેશન વીકમાં સાથે જોવામાં આવ્યા હતા.