Malaika Arora, Arjun Kapoor spend some quiet time together See pics
  • Home
  • Featured
  • Photos: બોલીવુડમાં હાલ આ કપલની ચારેતરફ થઈ રહી છે ચર્ચા, જૂઓ તેમનો લાક્ષણિક અંદાજ

Photos: બોલીવુડમાં હાલ આ કપલની ચારેતરફ થઈ રહી છે ચર્ચા, જૂઓ તેમનો લાક્ષણિક અંદાજ

 | 10:19 am IST

બોલીવૂડમાં આજકાલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની જોડી ચર્ચામાં છે. સાંજના સમયે પાર્ટી કરતા પોતાના મિત્રો સાથે ફરતા કે જીમમાં સાથે જતા અવાર નવાર આ કપલને જોઈ શકાય છે. બોલીવુડ અને ખાસ કરીને સલમાન ખાનની ભાભી હોવાના કારણે તેમજ અરબાઝ સાથે અલગ થઈ પછી અર્જુન કપૂર સાથે જોડાયેલી મલાઈકા મોડલિંગ ક્ષેત્રે જાણીતું નામ ધરાવે છે.

મલાઈકા ટેલિવિઝન ક્ષેત્રે પણ પોતાનો હાથ અજમાવી ચુકી છે. મલાઈકાનો દિલકશ અંદાજ જોનારાઓ જોતા જ રહી જાય છે. પોતાની ફીટનેસ અને હેલ્થ કોન્સિયસ આ ખુબસુરત અભિનેત્રી આજે પણ એટલી જે હોટ અને બિન્દાસ છે.

બોની કપૂરનો પુત્ર અર્જુન પણ એટલો જ ફિટનેસ પ્રત્યે જાગૃત છે અને કદાચ આ બધી સામત્યાઓ જ આ જોડીને એક બીજા સાથે જોડી રાખે છે. મલાઈકા અરોરા રેડ ફોર્મલ કપડામાં ખુબજ આકર્ષક લાગતી હતી. તને જોનારાઓ જોતા જ રહી જાય છે. સ્ટાઈલને લઈને પણ મલાઈકા ચર્ચામાં રહે છે. મલાઈકાનો બિન્દાસ અંદાજ તેને વધુ આકર્ષક બનાવે છે. મલાઈકા અને અર્જુન ટૂંક સમયમાં લગ્ન કરશે એવા સમાચારોએ હાલ જોર પકડ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન