તૂટવાની તૈયારીમાં છે બોલિવુડના વધુ એક ફેમસ કપલના લગ્ન - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • તૂટવાની તૈયારીમાં છે બોલિવુડના વધુ એક ફેમસ કપલના લગ્ન

તૂટવાની તૈયારીમાં છે બોલિવુડના વધુ એક ફેમસ કપલના લગ્ન

 | 1:39 pm IST

અર્જુન રામપાલ અને તેની પત્ની મહેર જેસિયાની લગ્નજીવનની લાઈફને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે. સૂત્રોની માનીએ તો, અર્જુન રામપાલ હવે તેની પત્ની મેહર સાથે અલગ થઈ રહ્યો છે. તેમની વચ્ચે ગત દિવસોથી અણબનાવ ચાલી રહ્યો છે, જેના બાદ અર્જુને આવું પગલું ભર્યું છે.

તમને યાદ અપાવીએ કે, ગત વર્ષે અર્જુન અને રિતીક રોશની એક્સ-વાઈફ સુઝૈન ખાનની વચ્ચે નજદીકીઓ વધી જવાના સમાચાર મળ્યા હતા. તેમના નજીકના સૂત્રોએ કહ્યું હતું કે, સુઝૈન સાથે અર્જુનની વધતી દોસ્તીને કારણે હવે તેની પત્ની મેહર જેસિકા બહુ જ નારાજ છે, અને આ કારણે જ તેમનું પરીણિત જીવન બહુ જ મુશ્કેલીમાં પસાર થઈ રહ્યું છે.

Ar

જોકે, તેના બાદ અર્જુન રામપાલે મેહર સાથેના પોતાના સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતો. આ બાદ બંને જણા પોતાની બંને દીકરીઓ માહિકા અને માયરા સાથે વેકેશન પર પણ ગયા હતા. પરંતુ હવે લેટેસ્ટ ખબરોની માનીએ, તો મેહર અને અર્જુન વચ્ચેનું બોન્ડિંગ સુધરતું હોય તેવું લાગતું નથી.

તેમની વચ્ચે કોઈને કોઈ વાતને લઈને મતભેદ થતા રહે છે. આ વખતે વાત એટલી વધી ગઈ કે, અર્જુન પોતાના ઘર અને પત્નીથી અલગ રહે છે. હાલ તે એકલો સમય પસાર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન